દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રને હસ્તક્ષેપ કરવા અને હરિયાણા હથનીકુંડ બેરેજમાંથી છોડવામાં આવતું પાણી ધીમુ થાય તેની ખાતરી કરવા વિનંતી કરી.
બુધવારે યમુના જળ સ્તરે 207.49 મીટરનો છેલ્લો રેકોર્ડ તોડી નાખ્યો જે 6 સપ્ટેમ્બર, 1978ના રોજ નોંધાયો હતો.
પુરની સ્થતિના કારણે દિલ્હીના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે.
બુધવારે છ જિલ્લામાંથી 16,500 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા અને 2,500 રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા હતા.
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને પણ એક એડવાઈઝરી જારી કરીને કહ્યું કે યમુનાના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે, સાવચેતીના પગલા તરીકે યમુના પુલ પરની ટ્રેનોને ધીમી ગતિએ ચલાવવા આદેશ આપ્યો
દિલ્હી પોલીસે 12 જુલાઈના રોજ રાષ્ટ્રીય રાજધાનીના પૂરની સંભાવનાવાળા વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી હતી