ઇન્ડિયન આઇડલ સિંગર આ એક્ટ્રેસ સાથે બંધાયા સગાઈના બંધને
@instagram/ashishkulkarni
ઇન્ડિયન આઇડલ 12 ફેમ આશિષ કુલકર્ણીની સગાઈ એક્ટ્રેસ સ્વાનંદી ટિકેકર સાથે થઈ છે.
24 જુલાઇના રોજ બંને સગાઈના બંધનમાં બંધાયા છે. આશિષ કુલકર્ણીએ સગાઈની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.
શેર કરેલી તસવીરોમાં સ્વાનંદી ટિકેકરની સુંદરતાના સતત વખાણ થઈ રહ્યા છે.
એક બીજાને રિંગ પેરાવતું કપલ ખૂબ જ ક્યૂટ લાગી રહ્યું છે. શેરવાનીમાં આશિષ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. ચોલીમાં સ્વાનંદી ટિકેકર પણ ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ બંનેની જોડીને ફેન્સ મેડ ફોર ઈચ અધર ગણાવી રહ્યા છે.
કપલના લગ્ન ક્યારે થશે તે અંગેની માહિતી હજુ મળી નથી. પરંતું ફેન્સ લગ્નને લઈ ખૂબ ઉત્સુક છે.
આશિષને ઇન્ડિયન આઇડલ 12 થી લોકપ્રિયતા મળી હતી. તે ટોપ 10માં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો હતો.
આશિષ પુણેનો રહેવાસી છે. તે પોતાની યુટ્યુબ ચેનલ ચલાવે છે. તેમની ફિયાન્સી અનેક મરાઠી ટીવી સિરિયલોમાં કામ કરી ચુકી છે.
સ્વાનંદી ટિકેકરે મરાઠી રિયાલિટી શો સિંગિંગ સ્ટર જીત્યો હતો. આગામી વર્ષે તે ઇન્ડિયન આઇડલ મરાઠી હોસ્ટ કરશે.