આલિયાની સાડી કરતામાં પણ મોંઘી રણબીરની શાલ, કિંમત જાણીને ઉડી જશે હોશ

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સામેલ થયા હતા, આ દરમિયાન તેમના લુકે ફેન્સનું દિલ જીતી લીધું હતું.

આલિયાએ વાદળી રંગની સાડી પહેરી હતી, જેના પર રામાયણની કહાની છપાયેલી હતી. એક્ટ્રેસના આ લુકે ઘણી ચર્ચા જગાવી હતી.

આ સાડી મધુરાયા બ્રાન્ડ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. આ સિલ્કની સાડી 10 દિવસે બનીને તૈયાર થઈ હતી.

આલિયાએ કર્ણાટકની મૈસૂર સિલ્ક પહેરી હતી, સાડીના પલ્લું પર હાથોથી રામાયણની મહત્વની ક્ષણો પ્રિન્ટ કરેલી હતી.  

શ્રીરામના ધનુષ તોડવાથી લઈને વાનર સેનાની સાથે મળીને રામસેતુ બનાવવા જેવી મહત્વની પળો આ સાડી પર પ્રિન્ટ કરવામાં આવી હતી.

ડિઝાઈનરે જણાવ્યું કે, બે આર્ટિસ્ટે 10 દિવસ સુધી સતત કામ કર્યું, ત્યારે આ સાડી તૈયાર થઈ હતી. આ સાડીની કિંમત 45 હજાર છે.

આલિયાની સાડીએ ભલે બધાનું દિલ જીતી લીધું હોય, પરંતુ રણબીરના ધોતી-કુર્તા લુકની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.

બધાનું ધ્યાન તેમની શાલ તરફ ખેંચાયું છે.રણબીરે આઈવરી કલરનો ધોતી-કુર્તો પહોંર્યો હતો, સાથે જ પશ્મીના શાલ પણ પહેરી હતી.  

આપને જણાવી દઈએ કે, રણબીરની આ શાલની કિંમત આલિયાની સાડી કરતા પણ વધારે છે. આ શાલની કિંમત 1 લાખ 7 હજારની આસપાસ છે.

અયોધ્યામાં પ્રભુ શ્રીરામના રંગે રંગાયા ક્રિકેટર્સ, જુઓ સુંદર Photos

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો