ગુજ્જુ ગર્લ કશિશ ગોસ્વામીએ મિસ ટીન ગ્રાન્ડ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો છે.

Arrow

Photos & Videos @instagram/kash._.kashish

ગુજરાતના વડોદરા શહેરની 19 વર્ષીય કશિશ ગોસ્વામીએ ભારતના સૌથી મોટા ગ્લેમેનન્ટ મિસ ટીન દિવા પેજન્ટમાં ભાગ લીધો હતો

Arrow

કશિશ મિસ ટીન ગ્રાન્ડ ઈન્ડિયાનું તાજ પોતાના માથે સુશોભિત કરવામાં સફળ રહી હતી.

Arrow

માત્ર વડોદરા માટે જ નહીં ગુજરાત માટે પણ કશિશે પ્રાપ્ત કર્યું ગૌરવ

Arrow

કશિશ વડોદરાની MS યુનિવર્સિટીના જર્નાલિઝમ અને કમ્યુનિકેશન ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે

Arrow

આ કોમ્પીટીશન જયપુર ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું.

Arrow

આ સ્પર્ધામાં 13 વર્ષથી 19 વર્ષ સુધીની છોકરીઓ ભાગ લઈ શકે છે.

Arrow

આ પેજન્ટમાં ઘણા રાઉન્ડસ્ હોય છે જેમકે, સ્પીચ રાઉન્ડ, પર્સનલ ઇન્ટરવ્યૂ, ફોટો શૂટ, રેમ્પ વૉક, બ્યુટી વિથ બ્રેઇન, વગેરે.

Arrow

આખા દેશમાંથી આવેલી 35 છોકરીઓને પાછળ પાડીને કશિશે વડોદરાનું નામ રોશન કર્યું છે.

Arrow

કશિશ ગોસ્વામીએ કહ્યું કે, મને અલગ અલગ રાજ્યો અને શહેરોની એટલી બધી છોકરીઓને મળવાની તક મળી.

Arrow

'સ્પર્ધા હતી છતાં પણ મને ખુબ જ સારા મિત્રો મળ્યા અને ખૂબ જ સારી મિત્રતા પણ થઈ'

Arrow

વડોદરાની આ દીકરી પોતે જોયેલા સ્વપ્નને સાકાર કરવા તનતોડ મહેનત કરી રહી છે.

આગામી જૂન મહિનામાં થાયલેન્ડ જઈને ઇન્ટરનેશનલ પેજન્ટમાં કશિશ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

Arrow