નાગ પંચમીએ બનવા જઈ રહ્યો છે આ શુભ સંયોગ, આ રાશિઓની ચમકશે કિસ્મત
આ વર્ષે નાગ પંચમી 21 ઓગસ્ટ, સોમવારે મનાવાશે. નાગ પંચમીના દિવસે નાગ દેવતાની હિન્દુ ધર્મમાં ઉપાસના કરવામાં આવે છે.
હિંદુ પંચાંગ અનુસાર, નાગ પંચમી દર વર્ષે શ્રાવણ માસમાં શુક્લ પક્ષની પંચ તિથિએ મનાવાય છે.
નાગ પંચમી પર શુક્લ યોગ અને અભિજિત મુહૂર્ત બનવા જઈ રહ્યું છે. આ બંને યોગ ખુબ શુભ માનવામાં આવે છે.
જ્યોતિષ અનુસાર નાગ પંચમી પર મેષ રાશિના લોકોને આર્થિક લાભ થશે, તમામ મુશ્કેલીઓથી પણ મુક્તિ મળશે. ધંધામાં લાભ થશે અને સફળતાના યોગ બની રહ્યા છે.
નાગ પંચમી ધનુ રાશી વાળાઓ માટે શુભ રહેશે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો સાથ પ્રાપ્ત થશે. દાંપત્ય જીવન ખુશાલ રહેશે અને તમામ કાર્યોમાં સફળતા મળશે.
વૃશ્ચિક લોકોને પણ જ્યોતિષ અનુસાર નાગ પંચમી પર અપાર ધન પ્રાપ્ત થશે. સુખ સમૃદ્ધીમાં વધારો થશે. બિઝનેસ પાર્ટનર સાથે સારા સંબંધો થશે અને ભવિષ્યમાં તેનો લાભ થશે.
કુંભ રાશિના લોકોને નાગ પંચમી પર સહકર્મીઓનો સાથ મળશે. આવકમાં ધન લાભના યોગ બની રહ્યા છે.