Ileana D'cruz એ શેર કરી મનમોહક તસવીર, રિવીલ કર્યો પોતાના પુત્રનો ક્યૂટ ચહેરો
@Instagram
બોલીવુડની સુંદર એક્ટ્રેસમાંથી એક ઈલિયાના ડિક્રૂઝ ઘણા સમયથી પ્રેગ્નેંસીને લઈને ચર્ચાઓમાં છે.
એક્ટ્રેસે 1 ઓગસ્ટે પુત્રને જન્મ આપ્યો હતો અને ફેંસ સાથે ગુડ ન્યૂઝ શેર કરી હતી. સાથે જ તેણે એ પણ કહ્યું હતું કે પુત્રનું નામ કોઆ ફીનિક્સ ડોલન રાખ્યું છે.
હાલમાં જ ઈલિયાનાના પુત્રને 2 મહિના થયા છે, તે સાથે જ એક્ટ્રેસે પોતાના પુત્ર સાથે ઈંસ્ટાગ્રામ પર એક મનમોહક તસવીર શેર કરી છે.
આ તસવીરમાં ઈલિયાના નો-મેકઅપ લૂકમાં દેખાઈ છે, ત્યાં તેણે બેબી કોઆને તેડી રાખ્યો છે. જેમાં તે સુતો નજરે પડે છે.
આ પ્રેમ ભરી પોસ્ટ સાથે કેપ્શન લખ્યું છે 'બે મહિના પહેલાથી જ'.
માતા-પુત્રની આ સુંદર તસવીરને ફેંસે ઘણી પસંદ કરી છે સાથે જ લોકો તેણીને શુભકામનાઓ આપી રહ્યા છે.
સાસુમા સામે નતમસ્તક થયા રાઘવ ચઢ્ઢા, લગ્ન પહેલા હાર્યા હતા મેચ