Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા
ગણેશ ચતુર્થીનો તહેવાર ઘણો ધૂમધામથી ઉજવાય છે. આ વર્ષ પણ તૈયારીઓ શરૂ થઈ ચુકી છે, પણ શું આપ જાણો છો કે આખરે આ 10 દિવસ સુધી કેમ મનાવાય છે?
કહેવાય છે કે ચતુર્થીના દિવસે ગણેશજીનો જન્મ થયો હતો. એટલે ભદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિના દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ભારે ધૂમધામથી મનાવાય છે.
આ સાથે જ એક બીજી માન્યતા છે કે મહર્ષિ વેદવ્યાસએ ભગવાન ગણેશથી મહાભારતની રચનાને લિપિબદ્ધ કરવાની પ્રાથના કરી હતી.
જે પછી ગણેશ ચતુર્થીના દિવસે જ વેદવ્યાસે શ્લોક બોલવાના અને ગણેશજીએ તેને લિપિબદ્ધ કરવાનું શરૂ કર્યું હતું.
જોકે ગણેશજીએ તેમની સામે એ શરત મુકી કે જો તે લખવાનું શરૂ કરશે તો તે કલમને રોકશે નહીં, જો તેમની કલમ ઊભી રહી તો ત્યાંથી તે લખવાનું બંધ કરી દેશે.
ગણેશજીએ વગર રોકાયે 10 દિવસ સુધી સતત લેખન કર્યું અને આ કારણે 10 દિવસ સુધી તેમના શરીર પર ધૂળ માટીના થર થઈ ગયા.
ત્યારે 10 દિવસ પછી ગણેશજીએ સરસ્વતી નદીમાં સ્નાન કરીને પોતાના પરની ધૂળ-માટી દૂર કરી હતી. આ કારણે ગણેશજીની સ્થાપના 10 દિવસ માટે કરાય છે.
પુરા 10 દિવસ મન, વચન અને ભક્તિ ભાવથી તેમની ઉપાસના કરીને અનંત ચતુર્દશીએ ભગવાન ગણેશની મૂર્તિને વિસર્જિત કરાય છે.
જોકે અહીં ધર્મ સાથે સાથે પ્રકૃતિનું પણ ધ્યાન રાખી POPથી બનેલી મૂર્તિ કરતા માટીની મૂર્તિ લઈએ અને ગણેશ ચતુર્થીને ઈકોફ્રેન્ડલી બનાવીએ.
'જવાન'ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય