આ 5 કારણોથી 'ગદર'ની સામે કમજોર છે સની દેઓલની Gadar 2
@Instagram
સની દેઓલની ફિલ્મ ગદર 2એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. લાંબા સમય પછી તેની કોઈ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે.
200 કરોડથી વધુ કમાણી છતા ગદર 2 હજુ પણ 22 વર્ષ પહેલા આવેલી ગદરને ટક્કર આપતી દેખાઈ નથી રહી.
2001માં આવેલી ગદરની કહાની એક તરફ લોકોને હસાવતી અને પછી રડાવતી. પણ કહાનીના મામલામાં ગદર 2 કમજોર છે.
ગદરમાં સની દેઓલ, અમીષા પટેલ અને અમરીશ પુરી હતા. ગદર 2માં સની, અમીષા ઉપરાંત ઉત્કર્ષ શર્મા અને મનીષ વાધવા લીડ રોલમાં છે. ફિલ્મમાં ઉત્કર્ષની એક્ટિંગ ઘણી કમજોર કહેવાઈ છે.
ગદર 2માં ગીતોના મામલામાં પણ ગદરની સામે ઘણી નાની નજરે પડે છે. ગદરના ગીતો સુપરહિટ હતા પણ ગદર 2માં જુના ગીતો જ રિપીટ થયા છે.
ગદરના ડાયલોગને લોકો આજે પણ યાદ કરે છે. ગદર 2માં અમુક જ ડાયલોગ્સ એવા છે જેના પર તાલી વગાડવાનું મન થાય.
અનિલ શર્માની કહાની અને ડાયરેક્શન બંને મામલામાં ચુક થઈ લાગે છે. સીન ઘણા જુના ટાઈપના લાગે છે. એક્શન બહુ જ એવરેજ કક્ષાનું છે.