રામ મંદિરના ઉદ્ધાટન પહેલા યુવાઓમાં ટેટૂ દોરાવવાનો જબરદસ્ત ક્રેઝ

અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના ઉદ્ધાટન પહેલા દેશમાં શ્રીરામના ટેટૂનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે.

યુવાઓ પોતાના હાથ અને ગરદન પર 'જય શ્રી રામ'નામના ટેટૂ બનાવડાવી રહ્યા છે.

રામના નામનું ટેટૂ બનાવતી વખતે રામભક્તોના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી રહી છે.

નાગપુરના ટેટૂ આર્ટિસ્ટે રામ ભક્તો માટે ઓફર બહાર પાડી છે. આ આર્ટિસ્ટ 1001 લોકોના હાથ પર રામના નામનું ટેટૂ ફ્રીમાં બનાવશે.

ગુજરાતના એક ટેટૂ આર્ટિસ્ટ પણ લોકોના હાથ પર 'રામ' નામના ટેટૂ ફ્રીમાં બનાવી રહ્યા છે. તેમનો હેતુ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 1008 હાથો પર ટેટૂ બનાવવાનો છે.

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીની વચ્ચે આખો દેશ રામ ભક્તિમાં ડૂબ્યો છે.

ટેટૂ કરાવતા રામભક્તો કહે છે કે તેઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માંગે છે.

રામ મંદિરના ગર્ભગૃહમાં રામ લલ્લાની 51 ઈંચ ઊંચી મૂર્તિને સ્થાપિત કરવામાં આવશે.

બહેનની સગાઈમાં પંતની આંખમાં છલકાયા આંસુ, ધોની પણ થયો ભાવુક 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો