બોલિવૂડના 'મુન્નાભાઈ' જીવે છે વૈભવી જીવન, કારનું છે ખાસ કલેક્શન
બોલિવૂડના 'મુન્નાભાઈ' એટલે કે સંજય દત્તનું કરિયર ઘણા વિવાદોમાં રહ્યું છે.
સંજય દત્તની ફેન ફોલોઈંગ કરોડોમાં છે. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘણી હિટ ફિલ્મો આપી છે.
63 વર્ષીય અભિનેતાના માતા-પિતા સુનિત દત્ત અને નરગીસ છે. તેણે 1981માં રોકી સાથે ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું.
ત્યાર બાદ તેણે કરિયરમાં પતનનો સામનો કરવો પડ્યો. 1986માં ફરી શરૂ કરીને સંજય દત્તે ઘણી સફળતાઓ હાંસલ કરી છે.
પાલી હિલ્સમાં 40 કરોડ રૂપિયાની કિંમતનું આલીશાન ઘર છે. સંજય દત્ત તેના ઘરમાં બે બાળકો અને પત્ની માન્યતા દત્ત સાથે રહે છે.
સંજય દત્તે ઈન્ડસ્ટ્રીમાં ચાર દાયકાથી વધુ સમય વિતાવ્યો છે અને તેની કુલ સંપત્તિ 295 કરોડ રૂપિયા છે. તેઓ ખૂબ જ વૈભવી જીવન જીવે છે.
સંજય દત્તે આલ્કોબેવ બ્રાન્ડ લોન્ચ કરી છે. તેણે કાર્ટેલ એન્ડ બ્રધર્સ નામના સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે અને હવે તે સ્કોચ વ્હિસ્કી ધ ગ્લેનવોકની માલિકી ધરાવે છે.
વ્હિસ્કી પ્રેમી હોવાના કારણે સંજય દત્તે આ બ્રાન્ડમાં રોકાણ કર્યું છે. તેણે પોતે એક ઈન્ટરવ્યુમાં ઉલ્લેખ કર્યો હતો.
સંજુ બાબા પાસે Ferrari 599 GTB, Rolls Royal Ghost, Bentley, Land Cruiser, Mercedes, Porsche, Ducati સહિત અનેક કારોનું કલેક્શન છે.
અભિનેતાને ઓક્ટોબર 2020 માં કેન્સર હોવાનું નિદાન થયું હતું. કેન્સરમાંથી સાજા થયા બાદ તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
સંજય દત્ત હાલમાં તેની ફિલ્મ લીઓ પર કામ કરી રહ્યો છે, જે આ વર્ષે ઓક્ટોબરમાં થિયેટરોમાં આવશે.