આ બોલિવૂડ એક્ટર્સનો રાજવી પરિવાર સાથે છે ગાઢ સંબંધ
પટૌડી પરિવારને તો તમામ લોકો જાણે છે. સૈફ અને સોહાના પિતા મન્સૂર અલી ખાન પટૌડી નવાબ હતા. તે રાજવી હતા.
બોલિવૂડ અભિનેત્રી અદિતિ રાવ બે શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તે મુહમ્મદ સાલેહ અકબર હૈદરીની પૌત્રી છે જેઓ આસામના ભૂતપૂર્વ ગવર્નર પણ રહી ચૂક્યા છે. તે રાજા જે રામેશ્વર રાવની પૌત્રી પણ છે.
રાયમા અને રીયા સેનના પિતા ત્રિપુરાના રાજવી પરિવારના સભ્ય છે.
સોનલ ચૌહાણ પણ પરંપરાગત રાજવી પરિવારથી આવે છે.
ઈરફાન ખાનના માતા શાહી ટોંક હકીમ પરિવારના સભ્ય છે. અને તેમના લગ્ન પ્રતિષ્થિત જમીનદાર સાથે થયા હતા.
કિરણ રાવના દાદા વાનપાર્ટીના રાજા હતા. તે તેલંગાણામાં રોયલ વાનપાર્ટી પરિવારના આગેવાન હતા. તે અદિતી રાવની પ્રથમ પિતરાઇ બહેન છે.
સાગરિકા ઘાટગે કોલ્હાપુરના શાહી કહાલ પરિવારમાંથી આવે છે અને તે કોલ્હાપુરના શાહુ મહારાજના વંશજ છે.
ભાગ્યશ્રી મહારાષ્ટ્રના સાંગલીના રાજવી પટવર્ધન પરિવારની પરિવારના સદસ્ય છે.