હાર્ટ એટેક બાદ સુસ્મિતા સેને પોતે કર્યો હતો તબીબોને કોલ, ભાભી ચારુ અસોપાનો ખુલાસો

Arrow

@instagram/asopacharu @instagram/sushmitasen47

આ વર્ષે માર્ચમાં હાર્ટ એટેક અંગે કહીને સુસ્મિતા સેને ફિલ્મ ઈંડસ્ટ્રીને ચોંકાવી દીધી હતી.

Arrow

ઈન્ટરવ્યૂમાં, તેની ભાભી ચારુ અસોપાએ ખુલાસો કર્યો કે સુસ્મિતાએ એટેક અંગે પોતાના પરિવારને કહેતા પહેલા પોતે તબીબોને કોલ કર્યો હતો.

Arrow

હાર્ટ એટેકના સમયે સુસ્મિતા સેન જયપુરમાં વેબ સીરીઝ 'આર્યા-3'નું શૂટિંગ કરી રહી હતી.

Arrow

ચારુએ ઈટાઈમ્સને કહ્યું હતું કે, આ અંગે પરિવારમાં કોઈને ખબર ન્હોતી.

Arrow

'તેનું કારણ, મને લાગે છે કે દીદીએ તે અંગે કોઈને કશું જ કહ્યું ન્હોતું.'

Arrow

ચારુએ કહ્યું જ્યારે આ થયું તો તે જયપુરમાં હતી અને તે પહેલા તે કોઈને કશું કહેતી, તેમણે પોતે તબીબોને કોલ કરી દીધા.

Arrow

ચારુએ કહ્યું, જ્યારે મને આ અંગે ખબર પડી તો મેં પોતાની સાસુને ફોન કર્યો હતો.

Arrow

'તેમણે મને કહ્યું કે હવે સુસ્મિતાને સારું છે. કોઈને આ અંગે વિચાર પણ ન્હોતો આવ્યો, બધા ચોંકી ગયા હતા.'

Arrow

સુસ્મિતાના ફેન્સ તેની હાર્ટ એટેકની ખબર સાંભળીને ઘણા જ ચિંતામાં સરી પડ્યા હતા. જોકે હવે તેને ખુબ સારું છે.

Arrow