Whatsapp એ તેમના મંથલી રિપોર્ટમાં જણાવ્યું છે કે તેમણે 64 લાખ ભારતીય એકાઉન્ટ બંધ કરી દીધા છે.
ભારતમાં ઓનલાઈન સ્કેમ સતત વધી રહ્યા છે. જેમાં Whatsapp હોટ સ્પોટ છે. જેને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઓનલાઈન સ્કેમને લઈ Whatsapp એ ભારતમાં કૂલ 65,08,000 એકાઉન્ટ બંધ કરી દીધા છે.
Whatsapp એ મે 2023 નો સેફટી રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં તેમને 3,912 ગ્રેવીનેસ રિપોર્ટ મળ્યા હતા. જેમાંથી 297 એકાઉન્ટ પર એક્શન લેવામાં આવી.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કુલ પ્રતિબંધિત એકાઉન્ટ્સમાંથી 2.42 મિલિયન એકાઉન્ટ પર દેશમાંથી કોઈપણ યુઝર રિપોર્ટ્સ પ્રાપ્ત થાય તે પહેલા જ સક્રિય રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.
IT Rules 2021 મુજબ જે પણ ડિજિટલ પ્લેટફોર્મને 5 મિલિયન થી વધુ યુઝર હોય તેમને દર મહિને આ રિપોર્ટ જાહેર કરવો ફરજિયાત છે.
Whatsapp પર નવું કૌભાંડ શરૂ થયું છે. વીડિયો કોલ પર યુવતી પોતાના કપડાં ઉતારે છે અને પછી બ્લેકમેલ કરે છે.