Screenshot 2024 07 15 120730

અનંત અંબાણીના લગ્નમાં સેલેબ્સના હાથ પર કેમ બાંધવામાં આવ્યા હતા આ બેન્ડ?

image
Screenshot 2024 07 15 120650

તમે જોયું જ હશે કે અનંત અંબાણીના ભવ્ય લગ્નમાં ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા. આ સેલેબ્સના હાથમાં બેન્ડ પણ જોવા મળ્યા હતા, જે અલગ-અલગ કલરના હતા.

Screenshot 2024 07 15 120800

વાસ્તવમાં આ ભવ્ય લગ્નમાં અલગ-અલગ ઝોન બનાવવામાં આવ્યા હતા, જેમાં દરેક ગેસ્ટના હિસાબે એન્ટ્રી હતી. દરેકની અલગ-અલગ ઝોનમાં બેસવાની વ્યવસ્થા હતી.

Screenshot 2024 07 15 120900

ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિના હાથ પર લાલ બેન્ડ બાંધેલો હોય તો તેમને તે ઝોનની એન્ટ્રી ગેટ અને તે ઝોનમાં જવાની પરમિશન હતી. એ જ રીતે દરેક કલર અનુસાર એક ઝોન નક્કી કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, તમામ લોકોને ઈનવિટેશન કાર્ડની સાથે QR કોર્ડ પણ આપવામાં આવ્યા હતા, જેનાથી તેમની એન્ટ્રી થઈ અને ત્યારબાદ તેમને ઝોન પ્રમાણે બેન્ડ બાંધવામાં આવ્યા હતા.

જેમ કે કર્મચારીઓ, સિક્યોરિટી અને સર્વિસ સ્ટાફ, વિદેશી મહેમાન, સેલેબ્સ, ધર્મ ગુરુ વગેરેને અલગ-અલગ ઝોનથી એન્ટ્રી આપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ફિલ્મ, બિઝનેસ, સ્પોર્ટ્સ, રાજનીતિ અને અન્ય ક્ષેત્રની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી.

આ મહેમાનોમાં ઘણા વિદેશી મહેમાનો પણ સામેલ હતા અને આ મેગા ઈવેન્ટમાં અલગ-અલગ દિવસે મહેમાનોએ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.