IAS તુષાર સિંગલા અને IPS નવજોત સિમીએ પ્રેમ લગ્ન કર્યા છે. તેમના લગ્ન એટલા માટે ખાસ છે કારણ કે તેમણે લગ્ન માટે વેલેન્ટાઈન ડેનો દિવસ પસંદ કર્યો હતો.
IAS તુષારને બંગાળ કેડર મળ્યું છે અને નવજોત સિમીને બિહાર કેડર મળ્યું છે. બંનેના લગ્ન 14 ફેબ્રુઆરી 2020 એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે થયા હતા.
બંનેએ પહેલા મંદિરમાં ફેરા ફર્યા હતા અને જે બાદ તેઓએ કોર્ટ મેરેજ કર્યા હતા. IAS-IPS કપલ એકબીજાને 1 વર્ષ સુધી ડેટ કરી રહ્યા હતા, જે બાદ લગ્નનો નિર્ણય લીધો હતો.
પહેલા કાલી મંદિરમાં હિન્દુ-પંજાબી રીતિ-રિવાજથી લગ્ન કર્યા અને પછી 14 ફેબ્રુઆરીએ સવારે કોર્ટ મેરેજ કર્યા હતા.
તુષાર સિંગલાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જ્યારે હું બંગાળમાં ફરજ બજાવતો હતો, ત્યારે મને જાણવા મળ્યું કે કોઈ નવજોત સિમી છે, જેઓ પંજાબના છે અને IPS માટે સિલેક્ટ થયા છે.
'અમે બંને પંજાબથી હતા, જેના કારણે થોડા સમય પછી અમારી કેજ્યુઅલ ઓળખાણ થઈ અને પછી વાત શરૂ થઈ.'
'વાત કરતા-કરતા અમારી બંનેની વચ્ચે મિત્રતા થઈ, એક-બીજાની સાથે વાત શેર કરવા લાગ્ય, વાત કરવાનું સારું લાગવા લાગ્યું અને એક-બીજાને પસંદ કરવા લાગ્યા'
'પછી અમે બંનેએ એક-બીજાની સાથે લગ્નનો પ્લાન બનાવ્યો અને પછી લગ્ન કરી લીધા.'