22 APR 2024
Srishti Dabas એ સેલ્ફ સ્ટડીથી UPSC સિવિલ સેવા પરીક્ષા 2023 ઓલ ઇન્ડીયા રેંક 6 સાથે પાસ કરી છે
સૃષ્ટિ UPSC પરીક્ષામાં પાસ થયા પહેલા મુંબઇમાં ભારતીય રિઝર્વ બેંકમાં નોકરી કરતી હતી
સૃષ્ટિએ પોતાનું પ્રાથમિક શિક્ષણ અને ગ્રેજ્યુએશનનો અભ્યાસ દિલ્હીથી કર્યો છે
ત્યારબાદ તેમણે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સાથે કામ કર્યું અને બાદમાં મુંબઇમાં તૈનાત ભારતીય રિઝર્વ બેંકની સાથે કામ કરી રહી હતી
સૃષ્ટિ ભારતીય રિઝર્વ બેંકમાં માનવ સંશાધન વિભાગમાં તૈનાત હતી અને બેંકમાં કર્મચારીઓ સાથે તમામ મૂલ્યાંકનનું મેનેજમેન્ટ કરતી
આરબીઆઇમાં નોકરીની સાથે જ તેમણે યૂપીએસસીની પરીક્ષા આપવાનું નક્કી કર્યું અને તૈયારી શરૂ કરી
તે દિવસના સમય દરમિયાન નોકરી કરતી અને રાત્રે પરીક્ષા માટે તૈયારી કરતી હતી અને અભ્યાસ ઉપરાંત તેને કથકમાં પણ ખાસ ઇન્ટરેસ્ટ છે
જ્યારે આ વર્ષના ટોપરની વાત કરવામાં આવે તો આદિત્ય શ્રીવાસ્તવે UPSC પરીક્ષામાં ટોપ કર્યું હતું
યૂપીએસસી CSE મેન્સ માટે, લગભગ 2,916 ઉમેદવારો ક્વોલિફાઇ થયા અને ઇન્ટરવ્યું રાઉન્ડમાં પહોંચ્યા.