મધ્યપ્રદેશના રહેવાસી IPL સિમાલા પ્રસાદ બ્યૂટી વિથ બ્રેનનું પરફેક્ટ ઉદાહરણ છે.
સરકારી નોકરીમાં પોતાનો પરચમ લહેરાવવાની સાથે તેઓ બોલિવૂડમાં પણ પોતાનો જલવો દેખાડી ચૂક્યા છે.
સિમાલા પ્રસાદનો જન્મ 8 ઓક્ટોબર 1980ના રોજ મધ્ય પ્રદેશના ભોપાલમાં થયો હતો.
તેઓએ અભ્યાસ સેન્ટ જોસેફ સ્કૂલમાંથી કર્યો હતો, ત્યારપછી પછી તેઓ સ્ટુડન્ટ ઓફ એક્સેલન્સમાંથી BA કર્યું અને પછી બરકતુલ્લા યુનિવર્સિટીમાંથી પોસ્ટગ્રેજ્યુએશન કર્યું.
ભોપાલની બરકતુલ્લા યુનિવર્સિટીની પરીક્ષામાં ટોપ કરવા બદલ તેમને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
કૉલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેઓએ MP PSC પરીક્ષામાં ક્વોલિફાય કર્યું. તેમની પ્રથમ પોસ્ટિંગ DSP તરીકે હતી.
આ સરકારી નોકરી દરમિયાન તેમણે UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી. આ માટે સિમાલા પ્રસાદે કોઈ કોચિંગ લીધું ન હતું.
તેમણે કોઈ કોચિંગ વગર જ સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી. તેઓ 2010 બેચના IPS અધિકારી છે.
ફિલ્મોની વાત કરીએ તો સિમાલા પ્રસાદે 2017માં રિલીઝ થયેલી 'અલિફ' અને 2019માં રિલીઝ થયેલી 'નક્કાશ'માં પોતાની અભિનય પ્રતિભા દર્શાવી હતી.
આ સાથે જ તેમણે 'અલિફ'માં શમ્મી અને 'નક્કાશ'માં પત્રકારની ભૂમિકા ભજવી હતી.