420502022 1110963806573607 3322815307473978904 n

અંબાણી જેવા લેવિશ લગ્ન કરીને ચર્ચામાં આવ્યો સુરતનો આ પરિવાર, શિવ-પાર્વતી થીમ પર યુનિક વેડિંગ

image
ana 6

જામનગરમાં એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ અનંતના પ્રી-વેડિંગમાં કરોડોનો ખર્ચ કર્યો.

419613503 3617141451876143 7448194943752510359 n

આ વચ્ચે ગુજરાતના વધુ એક બિઝનેસમેન પોતાની દીકરીના ભવ્ય લગ્નના કારણે ચર્ચામાં આવ્યા છે. 

આ લગ્ન સુરતના રહેવાસી વિજય માલાભાઈ ભરવાડે તાજેતરમાં જ તેમની પુત્રીના લગ્ન કર્યા, જે ખરેખર ખૂબ જ ભવ્ય હતા.

10000000_896057452526866_6655179482271911699_n

10000000_896057452526866_6655179482271911699_n

ભરવાડ સમુદાયના નેતા અને 'ગોકુલ ડેવલપર્સ'ના સ્થાપક વિજય ભરવાડે તેમની પુત્રી દીપિકા માટે ભવ્ય લગ્નનું આયોજન કર્યું હતું.

આ લગ્ન 4 દિવસ સુધી ચાલ્યા હતા અને તેની વ્યવસ્થા જોઈને લોકોની આંખો દંગ રહી ગઈ હતી. 

વિજય ભરવાડે તેમની એકમાત્ર પુત્રીના લગ્ન માટે અનેક હિન્દુ મંદિરો દર્શાવતો સ્ટેજ બનાવડાવ્યો હતો.

સમગ્ર સ્થળને હજારો લાઈટો, ફૂલોથી સજાવવામાં આવ્યું હતું અને મંડપની ચારેય બાજુ ફુવારા મૂકાયા હતા.