IAS Success Story: CS, LLB બાદ સોનલ ગોયલ બન્યા IAS ઓફિસર
દેશની ઘણી દીકરીઓ સખત મહેનતથી મુશ્કેલીઓને પાર કરી IAS ઓફિસર બને છે.
આજે અમે આપને એક એવા જ IAS ઓફિસરની કહાની જણાવીશું. જેઓ ઘણા ઉમેદવારો માટે પ્રેરણારૂપ છે.
સોનલ ગોયલ 2008ની બેચના IAS ઓફિસર છે. તેમણે બીજા પ્રયાસમાં UPSC ક્રેક કરી હતી.
સોનલ ગોયલે UPSC પરીક્ષામાં 13મો રેન્ક મેળવીને IAS બનવાનું પોતાનું સપનું પૂરું કર્યું છે.
સોનલ ગોયલનો જન્મ હરિયાણાના પાનીપત થયો હતો, પરંતુ તેઓએ શાળાનું શિક્ષણ દિલ્હીમાં પૂર્ણ કર્યું.
ધોરણ 12 પછી સોનલ ગોયલે દિલ્હી યુનિવર્સિટીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું, જે બાદ CSની ડિગ્રી મેળવી.
તેમને UPSC વિશે વધુ જાણકારી નહોતી, પરંતુ એક વખત તેમણે એક મેગેઝિનમાં એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ પરનો લેખ વાંચ્યો.
આ લેખે તેમને IAS અધિકારી બનવાની પ્રેરણા આપી અને પછી સોનલ ગોયલે IAS બનવાનું નક્કી કર્યું.
સોનલ ગોયલે યુપીએસસીની પરીક્ષા આપવાનું નક્કી કર્યું, પરંતુ તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં LLBનો કોર્સ કરવાનું શરૂ કર્યું.
આ સાથે તેઓ એક ફર્મમાં કંપની સેક્રેટરી તરીકે પણ કામ કર્યું. સોનલ ગોયલે નોકરી અને UPSC પરીક્ષાની તૈયારી કરવાનું ચાલુ રાખ્યું
વર્ષ 2006માં તેમણે પહેલો પ્રયાસ કર્યો જેમાં તેઓ સફળ થઈ શક્યા નહીં.
વર્ષ 2007માં બીજી વખત પરીક્ષા આપી અને સમગ્ર ભારતમાં 13મો રેન્ક મેળવીને IAS બનવામાં સફળ રહ્યા
Budget 2024: કયા મંત્રાલયને કેટલું મળ્યું બજેટ? જાણો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
'બ્યુટી વિથ બ્રેન' છે આ IAS ઓફિસર, સુંદરતામાં એક્ટ્રેસને આપે છે ટક્કર
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
અનંત અંબાણીના લગ્નમાં સેલેબ્સના હાથ પર કેમ બાંધવામાં આવ્યા હતા આ બેન્ડ?
અનંત અંબાણીએ જોરદાર ડાન્સ કર્યો, મહેમાનો જોતા જ રહી ગયા