IAS ઓફિસર સલોની વર્માની કહાની લોકો માટે ખૂબ જ પ્રેરણાદાયી છે.
તેમણે કોઈ કોચિંગ વગર જ સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક UPSCની પરીક્ષા ક્રેક કરીને સફળતા મેળવી છે.
મૂળ ઝારખંડના રહેવાસી સલોની વર્માએ ઝારખંડથી ધોરણ 12 સુધીનો અભ્યાસ બાદ દિલ્હીથી ગ્રેજ્યુએશન કર્યું છે.
ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ સલોની વર્માએ સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી દીધી હતી.
તેમણે UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની મન લગાવીને તૈયારી કરી, પરંતુ પહેલા પ્રયાસમાં તેઓને નિષ્ફળતા મળી.
સલોની વર્માએ અસફળતા બાદ પણ હિંમત ન હારી અને પોતાની તૈયારીઓ ચાલુ રાખી.
વર્ષ 2020ની UPSC CSEની પરીક્ષામાં સલોની વર્માએ તનતોડ મહેનત કરી.
તેમની મહેનતનું પરિણામ સકારાત્મક આવ્યું. 2020ની UPSC CSEની પરીક્ષામાં તેમણે 70મો રેન્ક મેળવ્યો.