Ravindra Jadeja સાથે પિતાએ તોડ્યા સંબંધ, રિવાબા પર લગાવ્યા ગંભીર આરોપ
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પર તેના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે.
તેમણે કહ્યું- હવે તેની સાથે કોઈ સંબંધ નથી રહ્યો. તેને ક્રિકેટર ન બનાવ્યો હતો તો સારું હતું, જાડેજાની પત્નીને માત્ર પૈસાથી મતલબ છે.
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ કહ્યું- તેમનો રવિન્દ્ર અને તેની પત્ની રિવાબા સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી.
તેમણે આગળ કહ્યું- તે અમને નથી બોલાવતો, અમે તેને નથી બોલાવતા. તેના લગ્નના 2-3 મહિનામાં વિવાદ શરૂ થઈ ગયો હતો.
અનિરુદ્ધસિંહ જાડેજા જામનગરમાં એકલા રહે છે અને રવિન્દ્ર પણ અલગ રહે છે.
તેમણે કહ્યું, રવિન્દ્રના જીવનમાં સાસુનો હસ્તક્ષેપ વધુ છે, આ કારણે તેમણે 5 વર્ષથી પૌત્રીનું મોઢું પણ નથી જોયું.
વાતચીતમાં જાડેજાના પિતાએ કહ્યું- તેમન 20 હજાર રૂપિયાનું પેન્શન મળે છે, તેનાથી જ તેમનો ખર્ચ ચાલે છે.
તેમણે એમ પણ કહ્યું કે, રિવાબા હોટલ પોતાના નામે કરાવવા ઈચ્છતી હતી, આ વાતથી સંબંધો ખરાબ થયા હતા.
જાડેજાના પિતાએ કહ્યું કે, તેને ક્રિકેટર બનાવવા માટે તેમણે ચોકીદારી કરી. બહેન નયનાબાએ પણ ખૂબ સપોર્ટ કર્યો.
મૌની અમાવસ્યાના દિવસે કરો આ એક ઉપાય, આખુ વર્ષ ધનનો ભંડાર ખુટશે નહી
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
અંબાણીની સુરક્ષામાં તૈનાત કમાન્ડોને કેટલો મળે છે પગાર?
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
તમારા વિસ્તારમાં BSNLનું નેટવર્ક છે કે નહીં? એક મિનિટમાં ખબર પડી જશે
અનંત-રાધિકાની હલ્દીમાં નીતા અંબાણીનો 'રોયલ લુક', જોઈને દંગ રહી ગયા મહેમાનો