PROD In Pics Radhika Merchants Mehendi Ceremony 6 1674044998625

કેટલું ભણેલી છે 'અંબાણીની વહુ' રાધિકા?

image
Screenshot 2024 03 21 134823

અંબાણી પરિવારની થનારી વહુ અને અંનત અંબાણીની પત્ની રાધિકા મર્ચન્ટ નેશનલ ક્રશ બની ચૂકી છે. રાધિકા મર્ચન્ટની ક્યુટ સ્માઈલ અને સ્ટાઈલ પર લોકો ફિદા છે.

Screenshot 2024 03 21 135624

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની બાદ લોકો એ જાણવા માંગે છે કે અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ કેટલું ભણેલી છે. 

Screenshot 2024 03 21 134319

ફાર્માસ્યુટિકલ ફર્મ એન્કોર હેલ્થકેરના CEO વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની નાની દીકરી છે રાધિકા મર્ચન્ટ. 

રાધિકા મર્ચન્ટે મુંબઈની કેથેડ્રલ એન્ડ જોન કોનન સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. આ પછી તેઓ ઈકોલે મોન્ડિયેલ વર્લ્ડ સ્કૂલમાં રિસર્ચરનું પણ કામ કરી ચૂક્યા છે.

રાધિકા મર્ચન્ટે બી.ડી સોમાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી ઈન્ટરનેશનલ ડિપ્લોમાની ડિગ્રી પણ મેળવી છે.

તેઓએ વર્ષ 2017માં ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. જે બાદ તેઓ લૉ પોઈન્ટ દેસાઈ અને દિવાનજી ખાતે તાલીમ પણ લીધી છે. 

રાધિકાએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઈન્ટર્નબિઝનેસ સ્ટ્રૈટેજી કન્સલ્ટેન્ટમાં ઈન્ટર્ન તરીકે કામ કર્યું. પછી Ispravaમાં જૂનિયર સેલ્સ મેનેજરની પોસ્ટ પર નોકરી કરી. 

રાધિકા મર્ચન્ટ ફેમિલી બિઝનેસ કંપની એનકોર હેલ્થકેરના બોર્ડમાં ડિરેક્ટર તરીકે કામ કરે છે.

તેઓને ડાન્સ કરવાનો ઘણો શોખ છે. તેમણે મુંબઈના ગુરુ ભવન ઠાકરથી ડાન્સ ટ્રેનિંગ લીધી છે. તેઓ ટ્રેન્ડ ભરતનાટ્યમ ડાન્સ છે.