Paytm ની હાલત ખરાબ... બે દિવસમાં 16000 કરોડ રૂપિયા સ્વાહા!
ઓનલાઈન પેમેન્ટ સર્વિસ કંપની પેટીએમ (Paytm)ને છેલ્લા બે દિવસમાં મોટું નુકસાન થયું છે.
ગુરુવારે અને શુક્રવારે બજાર ખુલતા જ Paytm Shareમાં દરરોજ 20%નું લોઅર સર્કિટ લાગ્યું.
બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, આ બે દિવસોમાં જ પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશનના માર્કેટ કેપમાં $2 બિલિયનનો ઘટાડો થયો.
આ સમયગાળા દરમિયાન Paytmના શેર 40 ટકા ઘટીને રૂ. 487 પર પહોંચી ગયા
બે દિવસમાં કંપનીને ભારતીય રૂપિયામાં 16,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું.
રિપોર્ટ અનુસાર, Paytm Stock નો ભાવ હવે 2021માં રજૂ કરાયેલા IPOના ઈશ્યૂ પ્રાઈસથી લગભગ 77% નીચે છે.
Paytm શેરમાં આ મોટો ઘટાડો ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા કંપની પર કરવામાં આવેલી કાર્યવાહીના કારણે થયો છે.
RBIએ પેટીએમ પેમેન્ટ બેંક પર નવા ગ્રાહકો જોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે અને આ 29 ફેબ્રુઆરી બાદથી લાગુ થશે.
આ સાથે જ બેંક 29 ફેબ્રુઆરી 2024 પછી કોઈપણ એકાઉન્ટ, વોલેટ અને FASTagમાં ડિપોઝિટ/ટોપ-અપ સ્વીકારી શકશે નહીં.
આ વચ્ચે Paytm કોન્ફરન્સ કોલમાં જણાવાયું કે, માર્ચની શરૂઆત સુધીમાં કામગીરી સંપૂર્ણપણે સામાન્ય થઈ જવી જોઈએ.
IPS દુલ્હાની બની IAS દુલ્હન, 1 રુપિયામાં લગ્ન અને હેલિકોપ્ટરથી થઈ વિદાય
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
'બ્યુટી વિથ બ્રેન' છે આ IAS ઓફિસર, સુંદરતામાં એક્ટ્રેસને આપે છે ટક્કર
મહેન્દ્રસિંહ ધોનીએ અનંત અંબાણીને આપી આ ખાસ સલાહ!
બાબા રામદેવે વરરાજા અનંત અંબાણી સાથે લગાવ્યા ઠુમકા, કર્યો જોરદાર ડાન્સ
અનંત-રાધિકાની હલ્દીમાં નીતા અંબાણીનો 'રોયલ લુક', જોઈને દંગ રહી ગયા મહેમાનો