કયા રાજ્યમાંથી સૌથી વધુ ઉમેદવારો બને છે IAS, યાદીમાં ગુજરાતનું નામ છે કે નહીં?
દર વર્ષે UPSC પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે અને તેમાં લાખો ઉમેદવારો અરજી કરે છે.
પરિણામો જાહેર થયા પછી મુઠ્ઠીભર ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે, જેઓ આ દેશનો વહીવટ સંભાળે છે.
રેન્ક મુજબ, તેઓ IAS, IPS, IFS અને IRS જેવી ઘણી પોસ્ટ/સેવાઓ મેળવે છે.
ઘણીવાર લોકોના મનમાં એક સવાલ હોય છે કે ભારતના કયા રાજ્યમાંથી સૌથી વધુ IAS બને છે. આપને જણાવી દઈએ કે આ 5 રાજ્યોમાંથી સૌથી વધુ IAS અધિકારી બન્યા છે.
આ યાદીમાં ઉત્તર પ્રદેશનું નામ ટોપ પર આવે છે. રિપોર્ટ્સ મુજબ, 1951થી 2021 સુધીમાં સૌથી વધુ યુપીના ઉમેદવારો જ IAS ઓફિસર બન્યા છે.
લિસ્ટમાં બીજા નંબરે મધ્યપ્રદેશનું નામ છે. અહીંથી અત્યાર સુધીમાં 439 IAS ઓફિસર બન્યા છે. જેમાંથી 370 હાલ ફરજ બજાવી રહ્યા છે.
મહારાષ્ટ્રને પણ IAS અને IPS અધિકારીની ફેક્ટરી કહેવામાં આવે છે. આ યાદીમાં આ રાજ્ય ત્રીજા નંબરે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાંથી 415 IAS અધિકારી બન્યા છે, જેમાંથી 338 ઓફિસર હાલમાં ફરજ બજાવી રહ્યા છે.
અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને કેન્દ્ર શાસિત પ્રદેશ આ લિસ્ટમાં ચોથા નંબરે છે.
રિપોર્ટનું માનીએ કેન્દ્ર શાસિત પ્રદેશથી અત્યાર સુધીમાં કુલ 403 IAS અધિકારીઓ બન્યા છે, જેમાંથી 316 કાર્યરત છે.
પશ્ચિમ બંગાળ પાંચમા નંબરે છે. પશ્ચિમ બંગાળમાંથી અત્યાર સુધીમાં કુલ 378 IAS અધિકારીઓ પાસ આઉટ થયા છે.
અખંડ પાઠથી શરૂ થઈ બોલિવૂડ એક્ટ્રેસના લગ્નની તૈયારીઓ, ગોવામાં લેશે સાત ફેરા
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
નીતા અંબાણી અને રાધિકાએ હાથમાં કેમ બાંધ્યો છે કાળો દોરો? જ્યોતિષે જણાવ્યું કારણ
અનંત અંબાણીના લગ્નમાં સેલેબ્સના હાથ પર કેમ બાંધવામાં આવ્યા હતા આ બેન્ડ?
અનંત અંબાણીએ જોરદાર ડાન્સ કર્યો, મહેમાનો જોતા જ રહી ગયા
અનંત-રાધિકાની હલ્દીમાં નીતા અંબાણીનો 'રોયલ લુક', જોઈને દંગ રહી ગયા મહેમાનો