Maruti WagonRનો ફ્લેક્સ ફ્યુલ અવતાર, ઓછા ખર્ચમાં વધુ દોડશે કાર

મારુતિએ ભારતમાં મોબિલિટી ગ્લોબલ એક્સપોમાં પોતાની જાણીતી હેચબેક કાર Wagon Rને ફ્લેક્સ-ફ્યુલ વર્ઝનમાં રજૂ કરી.

નવા લૂક અને ફ્લેક્સ-ફ્યુલ સ્ટીકર સાથે આ કારના એન્જિનને સુઝુકી મોટર કોર્પોરેશન સાથે મળીને વિકસિત કરવામાં આવ્યું છે.

આ કાર 20 ટકા (E20) અને 85 ટકા (E85) ઈંધણ વચ્ચે ઈથેનોલ-પેટ્રોલના મિશ્રણ પર ચાલી શકે છે.

Maruti WagonRના નવા ફ્લેક્સ-ફ્યુલ પ્રોટોટાઈપમાં કંપનીએ 1.2 લીટરની ક્ષમતાનું નેચુરસ એસ્પાયર્ડ એન્જિન વાપર્યું છે.

કંપનીએ રેગ્યુલર મોડલના મુકાબલે કારના એન્જિનમાં ફેરફાર કર્યા છે, જેથી તે ઈથેનોલ-પેટ્રોલના મિશ્રણમાં સારું પરફોર્મ કરે છે.

કંપનીનું કહેવું છે કે, આ કાર હાલના મોડલની તુલનામાં ટેપલાઈન ઉત્સર્જનને 79 ટકા ઓછું કરે છે.

કારનો પાવર અને પરફોર્મેન્સ રેગ્યુલર પેટ્રોલ વર્ઝનની જેમ જ હશે. આ ફ્લેક્સ-ફ્યુલ મોડલને 2025 સુધીમાં લોન્ચ કરી શકાય છે.

રાઘવ ચઢ્ઢા-પરિણતિની ફિલ્મી લવ સ્ટોરી, અભિનેત્રીએ પહેલીવાર ખુલાસો કર્યો 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો