મહેન્દ્રસિંહ ધોનીએ અનંત અંબાણીને આપી આ ખાસ સલાહ!

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મહાન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તાજેતરમાં બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપી હતી. 

અનંત અંબાણીના લગ્ન 12 જુલાઈના રોજ થઈ ચૂક્યા છે અને હવે ધોનીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા અનંત અંબાણીને એક સલાહ આપી છે. 

મહેન્દ્રસિંહ ધોનીએ અનંત અને રાધિકાની સાથે આ ફોટાને શેર કર્યો, સાથે જ કેપ્શનમાં પોતાના મનની વાત કહી દીધી. 

 ધોનીએ કેપ્શનમાં લખ્યું, રાધિકા, તમારા ચહેરા પરથી સ્મિત ક્યારેય ઝાંખું ન થાય! અનંત, તમે તમારી આસપાસના લોકો પ્રત્યે જે દયા અને પ્રેમ બતાવો છે તેવો પ્રેમ તમે રાધિકા પ્રત્યે પણ બતાવજો.

તેમણે વધુમાં લખ્યું છે કે, તમારું લગ્ન જીવન હંમેશા સુખમય રહે. અભિનંદન અને ટૂંક સમયમાં મળીશું!

મહેન્દ્ર સિંહ ધોનીના પત્ની સાક્ષીએ પણ અનંત-રાધિકાને ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા શુભેચ્છા પાઠવી છે.