પાસપોર્ટ બનાવવા માટે કયા ડોક્યુમેન્ટ જરૂરી? જાણો અરજીની પ્રોસેસ
પાસપોર્ટ સરકાર દ્વારા જારી તે દસ્તાવેજ છે, જે ઈન્ટરનેશનલ યાત્રા માટે ઓળખ અને રાષ્ટ્રીયતાને પ્રમાણિત કરે છે.
પાસપોર્ટ વિદેશ યાત્રા માટે જરૂરી છે. ઉપરાંત ઓળખ સ્વરૂપમાં, બેંક એકાઉન્ટ ખોલવા પણ તેનો ઉપયોગ થાય છે.
આવો જાણીએ પાસપોર્ટ બનાવવાની રીત અને તેના માટે કયા કયા દસ્તાવેજ જરૂરી છે.
પાસપોર્ટ બનાવવા માટે ઓળખ પત્ર (આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ), બર્થ સર્ટિફિકેટ (10માની માર્કશીટ, વોટર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર)
રહેઠાણનું પ્રમાણપત્ર (લાઈટ કે પાણી બિલ, રાશન કાર્ડ, ઈન્કમટેક્સ વિભાગનું એસેસમેન્ટ ઓર્ડર)ની જરૂર પડે છે.
પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયામાં લગભગ 30થી 40 દિવસ સુધીનો સમય લાગે છે.
પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી કરવા પાસપોર્ટ સેવા વેબસાઈટ www.passportindia.gov.in પર જાઓ.
નવા યુઝર રજિસ્ટ્રેશન પર ક્લિક કરો. રજિસ્ટર કર્યા બાદ નામ, જન્મતારીખ, ઈમેઈલ વગેરે જાણકારી ભરીને રજીસ્ટર કરો.
બધી વિગતો ભર્યા બાદ પાસપોર્ટ ફી ચૂકવવી પડશે. તેને ઓનલાઈન કે ઓફલાઈન ભરી શકાય છે.
એપોઈન્ટમેન્ટ લિંક ક્લિક કરો, અને એપોઈન્ટમેન્ટ બૂક કરો. એપોઈન્ટમેન્ટ સમયે પાસપોર્ટ ઓફિસે જઈને દસ્તાવેજ જમા કરાવવા પડશે.
આ બાદ પોલીસ વેરિફિકેશનના થોડા દિવસો બાદ પાસપોર્ટ તમારા પાસે આવી જશે.
મામેરામાં શેઠાણી નીતા અંબાણીનો ઠાઠ-માઠ, મહેમાનો પણ જોતાં જ રહી ગયા!
Related Stories
'બ્યુટી વિથ બ્રેન' છે આ IAS ઓફિસર, સુંદરતામાં એક્ટ્રેસને આપે છે ટક્કર
નીતા અંબાણી અને રાધિકાએ હાથમાં કેમ બાંધ્યો છે કાળો દોરો? જ્યોતિષે જણાવ્યું કારણ
અનંત અંબાણીના લગ્નમાં સેલેબ્સના હાથ પર કેમ બાંધવામાં આવ્યા હતા આ બેન્ડ?
અનંત-રાધિકાની હલ્દીમાં નીતા અંબાણીનો 'રોયલ લુક', જોઈને દંગ રહી ગયા મહેમાનો