અંબાણીની સુરક્ષામાં તૈનાત કમાન્ડોને કેટલો મળે છે પગાર?

મુકેશ અંબાણીને કોણ નથી ઓળખતું? તેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે.

મુકેશ અંબાણીને Z પ્લસ સિક્યોરિટી મળી છે. 50થી વધારે CRPFના જવાનો અને મુંબઈ પોલીસના જવાનો તેમની સુરક્ષામાં લાગેલા છે.

આ સિવાય અંબાણીની સુરક્ષામાં 10થી વધારે NSG કમાન્ડો પણ તૈનાત છે. આપને જણાવી દઈએ કે, NSG કમાન્ડો PM મોદીની પણ સુરક્ષામાં તૈનાત હોય છે.

પરંતુ શું તમે જાણો છો કે આખરે મુકેશ અંબાણીની સુરક્ષામાં તૈનાત આ કમાન્ડોનો પગાર કેટલો હોય છે?

રિપોર્ટ્સ અનુસાર, મુકેશ અંબાણીની સુરક્ષામાં તૈનાત NSG ગ્રુપ કમાન્ડરનો પગાર 1 લાખ રૂપિયા પ્રતિ માસથી વધુ હોય છે.

રિપોર્ટ્સ અનુસાર,  NSGના સ્ક્વોડ્રન કમાન્ડરનો પગાર લગભગ 90 હજાર હોય છે, જ્યારે ટીમ કમાન્ડરનો પગાર લગભગ 80 હજારની આસપાર હોય છે.

મુકેશ અંબાણીની સુરક્ષામાં જે CRPF જવાનો છે, તેમને તેમની પોસ્ટ મુજબ પગાર મળે છે. એવી જ રીતે મુંબઈ પોલીસ કર્મચારીઓને પણ તેમની પોસ્ટ પ્રમાણે પગાર મળે છે.