બાળકો તમારી વાત માનતા નથી?, તો અપનાવો આ 8 ટ્રિક, પછી જુઓ કમાલ
ઘણા માતા-પિતા એવી ફરિયાદ કરે છે કે તેમનું બાળક તેમની કોઈ વાત જ નથી સાંભળતું.
તમે ઈચ્છો છો કે તમારું બાળક તમારી દરેક વાત માને અને અન્ય બાળકો કરતા સમજદાર બને તો આ ટિપ્સ તમારા કામ આવશે.
બાળકની વાતને ધ્યાનથી સાંભળો, બાળકને એવું લગાવું જોઈએ કે તમે તેમના વિચારો અને લાગણીઓની કદર કરો છો.
જો બાળક તમારી વાત માને છે અને તમે જે કહો છો તે કરે છે, તો તેના વખાણ કરો. તેનાથી બાળક આગળ પણ બધી જ વાત માનશે.
ઘણા માતા-પિતા બાળકોની વાત સાંભળ્યા વગર તેમના નિર્ણયો તેના પર લાદી દે છે. તેનાથી બાળક પર ખરાબ અસર પડે છે.
તેથી બાળકને છૂટ આપો. જેમ કે- તેમની પસંદ-નાપસંદનું ધ્યાન રાખો, તેમને પૂછો કે તેમને કેવા કપડા પહેરવા છે?
તમારા નાના બાળક સાથે તે સરળતાથી સમજી શકે તેવી ભાષામાં વાત કરો. લાંબા વાક્યો અને મુશ્કેલ શબ્દોમાં વાત ન કરો.
બાળકોને હંમેશા રોકવા-ટોકવાને બદલે તેમની સાથે ભાવનાત્મક સંબંધ બનાવો. આમ કરવાથી તેઓ તમારી બધી વાત માનશે.
બાળકો જેવું જોવે છે તેવું શીખે છે, તેથી તમે પણ લોકોનું સન્માન કરો. બાળક તમને જોઈને ખૂબ જ ઝડપથી સારી વસ્તુઓ શીખશે.
જેઓ તેમને પ્રેમ કરે છે, બાળકો તે લોકોની પાસે રહેવાનું પસંદ કરે છે. તેથી બાળકને પ્રેમ કરો, આમ કરવાથી તેઓ તમારી વાત માનશે.
બાળક સાથે ગુસ્સામાં વાત ન કરો, દરેક પરિસ્થિતિમાં શાંતિથી વાત કરો.
ફરારી ચલાવતા એક્ટરની આવી હાલત! ઘરમાં માત્ર 3 પ્લેટ, 2 મગ અને 1 પેન છે
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
મહેન્દ્રસિંહ ધોનીએ અનંત અંબાણીને આપી આ ખાસ સલાહ!
અનંત અંબાણીના લગ્નમાં સેલેબ્સના હાથ પર કેમ બાંધવામાં આવ્યા હતા આ બેન્ડ?
બાબા રામદેવે વરરાજા અનંત અંબાણી સાથે લગાવ્યા ઠુમકા, કર્યો જોરદાર ડાન્સ
અનંત અંબાણીએ જોરદાર ડાન્સ કર્યો, મહેમાનો જોતા જ રહી ગયા