થોડા વર્ષો પહેલા ભારતમાં છોકરીઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની ખૂબ જ ચર્ચા થઈ હતી.
આ મુદ્દો હજુ પણ ચર્ચાના કેન્દ્રમાં રહે છે કે ભારતમાં છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ.
વર્તમાન સમયમાં ભારતમાં છોકરીઓના લગ્નની લઘુત્તમ ઉંમર 18 વર્ષ છે. તો લગ્ન સમયે છોકરાની ઉંમર 21 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
ભારતમાં 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીના લગ્ન કરવા ગુનો છે. જ્યારે કોઈ છોકરી 18 વર્ષની ઉંમર વટાવી જાય છે તો તે લગ્ન કરવા માટે યોગ્ય બની જાય છે.
ઘણા લોકોના મનમાં એવો સવાલ ઉઠતો હશે કે ભારતમાં છોકરીઓના લગ્નની લઘુતમ ઉંમર 18 વર્ષ છે તો પાકિસ્તાનમાં કઈ ઉંમરે છોકરીઓના લગ્ન કરાવવામાં આવે છે.
જો તમારા મનમાં પણ આવો સવાલ છે કે પાકિસ્તાનમાં છોકરીઓના લગ્નની લઘુતમ ઉંમર કેટલી છે તો આજે અમે આપને તેના વિશે જણાવીશું.
પાકિસ્તાન એક મુસ્લિમ દેશ છે. ત્યાં લગ્ન જેવી બાબતોમાં શરિયા નિયમોનું પાલન કરવામાં આવે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનમાં છોકરીઓના લગ્નની લઘુતમ ઉંમર 16 વર્ષ છે. એટલે કે કોઈ છોકરી 16 વર્ષની થઈ ચૂકી છે તો તે કાયદાકીય રીતે લગ્ન કરવા માટે યોગ્ય છે.