તમારા વિસ્તારમાં BSNLનું નેટવર્ક છે કે નહીં? એક મિનિટમાં ખબર પડી જશે

પ્રમુખ ટેલિકોમ કંપનીઓના રિચાર્જ મોંઘા થયા બાદ ઘણા લોકો સ્વિચ કરવાનું વિચારી રહ્યા છે.

શું તમે પણ BSNLમાં સ્વિચ કરવાનું વિચારી રહ્યા છો? જો હા તો તમારા એરિયામાં નેટવર્ક ચેક કરી લેવું જોઈએ.

કારણ કે જો તમારા એરિયામાં BSNLનું નેટવર્ક નહીં આવે તો તમે મોબાઈલ નંબર પોર્ટ કરાવીને ફસાઈ શકો છો.

BSNLનું નેટવર્ક ચેક કરવા માટે nPerf.com પર જાવ.

ત્યાર બાદ Coverage Map પર જાવ. અહીં તમારે કૈરિયરની જાણકારી આપવાની છે.

કૈરિયરમાં BSNL સિલેક્ટ કરો અને તમારા શહેરનું નામ ટાઈપ કરો.

અહીં તમને શહેરનો મેપ જોવા મળશે અને કલર પ્રમાણે એ પણ જોવા મળશે કે BSNLનું નેટવર્ક ક્યાં-ક્યાં છે.

આ વેબસાઈટ દ્વારા તમે અન્ય કંપનીઓના પણ નેટવર્ક કવરેજ ચેક કરી શકો છો.