મામેરામાં શેઠાણી નીતા અંબાણીનો ઠાઠ-માઠ, મહેમાનો પણ જોતાં જ રહી ગયા!
દેશના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટના લગ્નના ફંક્શન શરૂ થઈ ચૂક્યા છે.
મુંબઈ ખાતે આવેલા મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયા ખાતે ગઈકાલે અનંત અંબાણીનું મામેરું ભરાયું હતું.
આ દરમિયાન મુકેશ અંબાણીના ઘરે બોલિવૂડની અનેક સેલિબ્રિટી હાજર રહી હતી.
આ ફંક્શનમાં અંબાણી પરિવારની તમામ મહિલાઓએ એક એક ચઢીયાતા કપડા પહેર્યા હતા.
આ ફંક્શનમાં તમામે નારંગી અને ગુલાબી કોમ્બિનેશનના કપડા પહેર્યા હતા.
પરંતુ આ ફંક્શનમાં પિંક કલરની સાડી પહેરીને મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીએ પોતાના લુકથી લોકોનું દિલ જીતી લીધું.
તેમણે ગોલ્ડન બોર્ડર વાળી ભારે ભરખમ ગુલાબી રંગની સાડી પહેરી હતી.
આ સાથે જ તેમણે ડાયમંડ અને એમરેલ્ડની મેચિંગ જ્વેલરી પહેરી હતી. તેમણે હાથમાં મેચિંગ બંગળી પણ પહેરી હતી.
નીતા અંબાણી પોતાની સુંદરતા અને સ્ટાઈલ મામલે તેમની પૂત્રવધુ શ્લોકા, દીકરી ઈશા અને થનારી પૂત્રવધુ રાધિકાને ટક્કર આપે છે.
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
Related Stories
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
અનંત અંબાણીના લગ્નમાં સેલેબ્સના હાથ પર કેમ બાંધવામાં આવ્યા હતા આ બેન્ડ?
બાબા રામદેવે વરરાજા અનંત અંબાણી સાથે લગાવ્યા ઠુમકા, કર્યો જોરદાર ડાન્સ
અનંત અંબાણીએ જોરદાર ડાન્સ કર્યો, મહેમાનો જોતા જ રહી ગયા