જાણો boAt ના માલિક અમન ગુપ્તાની Success Story

5 સ્ટાર્ટઅપ ફેઈલ થવા છતાં બિઝનેસમેન બનવાની જીદ ના છોડી અને આજે 11 હજાર કરોડ રુપિયાનીની કંપનીના માલિક બની ગયા છે.

અમે જેમની વાત કરી રહ્યા છીએ તેમનું નામ છે અમન ગુપ્તા. તેઓ બોટ (boAt) કંપનીના કો-ફાઉન્ડર છે.

CA અને MBAનો અભ્યાસ કર્યા પછી તેઓ જીવનમાં ઘણી વખત અસફળ થયા. પરંતુ અમન ગુપ્તાએ ક્યારેય હાર ન માની.

અમન ગુપ્તાએ વર્ષ 2016માં બોટની શરૂઆત કરી હતી. આજે બોટ ભારતની ટોપ લાઈફસ્ટાઈલ કંપનીઓમાં સામેલ છે.

અમન ગુપ્તાનો જન્મ 1982માં દિલ્હીમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન બાદ CAનો અભ્યાસ કર્યો.

આ પછી તેમણે કેટલીક કંપનીઓમાં નોકરી કરી અને એક બિઝનેસ સ્થાપિત કર્યા બાદ તેઓ MBA કરવા યુએસએ ચાલ્યા ગયા.

સીએ કર્યા બાદ અમન ગુપ્તા સિટી બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમન ગુપ્તાએ બોટને શરૂ કરતા પહેલા એક પછી એક પાંચ કંપનીઓ શરૂ કરી હતી. પરંતુ કોઈ પણ ચાલી નહીં.

અમન ગુપ્તાએ સમીર મહેતાની સાથે મળીને 2016માં બોટ કંપનીની શરૂઆત કરી હતી. અમન ગુપ્તા હાલ બોટના સીએમઓ તરીકે કામ કરે છે. 

બોટ આજે ભારતની એક અગ્રણી કંપની છે જે ફેશનેબલ ઓડિયો પ્રોડક્ટનો વેપાર કરે છે. 

મૌની અમાવસ્યાના દિવસે કરો આ એક ઉપાય, આખુ વર્ષ ધનનો ભંડાર ખુટશે નહી

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો