કપલ્સ વેલેન્ટાઈન ડે એટલે કે 14 ફેબ્રુઆરીની આતુરતાથી રાહ જુએ છે. આ દિવસની તેઓ ઘણા સમય પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દે છે.
વેલેન્ટાઈન ડેની શરૂઆત રોમથી થઈ હતી અને આજે ભારત સહિત વિશ્વભરના ઘણા દેશોમાં યુવાઓ વેલેન્ટાઈન ડેની ધૂમધામથી ઉજવણી કરે છે.
તમને જણાવી દઈએ કે, વિશ્વમાં કેટલાક એવા દેશો પણ છે, જ્યાં વેલેન્ટાઈન ડે મનાવવા પર પ્રતિબંધ છે.
આજે અમે આપને આ દેશો વિશે જણાવીશું, જ્યાં વેલેન્ટાઈન ડે મનાવવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
મલેશિયા એક ઈસ્લામિક દેશ છે. વેલેન્ટાઈન ડેને લઈને આ દેશમાં ફતવો જાહેર કરવામાં આવ્યો છે અને જો કોઈ આ નિયમોને તોડે છે, તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
સાઉદી અરબમાં પણ વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરવા પર પ્રતિબંધ છે. જો કોઈ અહીં વેલેન્ટાઈન ડે મનાવે છે તો તેઓની ધરપકડ થઈ શકે છે.
વર્ષ 2010થી જ ઈરાનમાં વેલેન્ટાઈન ડે મનાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઈરાનમાં આ દિવસને લગતી કોઈ વસ્તુઓ વેચવા પર પણ પ્રતિબંધ છે.
પાકિસ્તાન વેલેન્ટાઈન ડેને ઈસ્લામિક શિક્ષાની વિરુદ્ધ માને છે. આવી સ્થિતિમાં આ દેશમાં પણ કોઈ વેલેન્ટાઈન ડે નથી મનાવી શકતું.
ઉઝબેકિસ્તાનમાં 2012થી વેલેન્ટાઈન ડે પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અહીં 14 ફેબ્રુઆરીએ લોકો બાબરનો જન્મદિવસ મનાવે છે.