આ એક્ટ્રેસની પાસે નથી કામ, મુંબઈમાં હાલત થઈ ગઈ ખરાબ; કહ્યું- કામ પૂરું થયા પછી પ્રોડ્યુસર્સ...
જ્યારે દૂરથી જોઈએ ત્યારે ફિલ્મ સ્ટાર્સનું જીવન એકદમ જોરદાર દેખાય છે. પરંતુ જ્યારે નજીકથી જોઈએ ત્યારે સાચી હકીકત જાણવા મળે છે.
અભિનેતા-અભિનેત્રીઓ તેમના જીવનમાં અનેક મુશ્કેલીઓને પાર કરીને આગળ વધે છે.
ટીવી એક્ટ્રેસ નિયતિ ફતનાનીએ પણ પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તે મુંબઈમાં સમજી વિચારીને ખર્ચ કરી રહી છે.
તેણે જણાવ્યું કે, ઘણી વખત ટીવી સ્ટાર્સને પ્રોડ્યુસર પાસેથી પૈસા લેવા માટે ઘણી રાહ જોવી પડે છે.
ETimesને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું- હું એમ નહીં કહું કે મને અત્યારે કોઈ પ્રકારની સમસ્યા છે. પણ હા, મુંબઈમાં રહેવું ઘણું મોંઘું છે.
'ઘણીવાર અમે એવા પ્રોડ્યુસર્સની સાથે કામ કરીએ છીએ, જેઓ કામ પૂરું થયા બાદ તરત જ પૈસા આપતા નથી. લાંબા સમય પછી પૈસા આપે છે. જેથી સમજી વિચારીને ખર્ચ કરવો પડે છે '
નિયતિએ કહ્યું કે, મારે પણ મારી જિંદગી જીવવી છે. હું ઓડિશન આપી રહી છું. હું આગળ વધવા માટે કોઈની કોપી કરવા માંગતી નથી.
તેણીએ કહ્યું, સારા પ્રોજેક્ટની હું રાહ જોવું છું.જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે બધું જ થશે. બાકી જોઈએ કે આગળ શું થાય છે.
અભિનેત્રીએ કહ્યું કે 2020માં સિરિયલ 'નઝર' પૂરી થયા પછી બે વર્ષ સુધી તેની પાસે કોઈ કામ નહોતું. તેણે 2022માં 'ચન્ના મેરેયા' સાઈન કરી હતી.
લોકડાઉન વખતે તેનું બ્રેકઅપ થયું હતું, જેના પછી તે લાંબા સમય સુધી પરેશાન રહી હતી.
2023માં અભિનેત્રી સીરિયલ 'તેરે ઈશ્ક મેં ઘાયલ'માં કેમિયો રોલમાં જોવા મળી હતી.
બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે Virat Kohli! ડિવિલિયર્સે ફેન્સને આપી ખુશખબર