11 કરોડનો પાડો બન્યો આકર્ષણનું કેન્દ્ર, 150 બચ્ચાનો પિતા બની ચૂક્યો છે

પુષ્કરમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય પશુ મેળામાં એક પાડાની બોલી રૂ.11 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી.

આ પાડાના માલિક જગતારનું કહેવું છે કે, પાડાના વીર્યથી અત્યાર સુધી 150 બચ્ચા પેદા કરાયા છે.

હરિયાણાના ઝજ્જરમાં યોજાયેલા મેળામાં પણ આ પાડાની બોલી 2.5 કરોડ રૂપિયા સુધી લાગી હતી.

પુષ્કરના મેળામાં સ્પેનથી આવેલી વિદેશી યુવતી પણ પાડાને જોઈને દંગ રહી ગઈ હતી. 

મુર્રા નસ્લના આ પાડાની લંબાઈ 13 ફૂટ અને ઊંચાઈ લગભગ પાડા પાંચ ફૂટ છે.

આ પાડાને ખોરાકમાં દૂધની સાથે ઈંડા અને ઘઉં, બાજરો, મકાઈ, ચણા તથા ડ્રાઈ ફ્રૂટ્સ આપવામાં આવે છે.

રોટલી પર ઘી લગાવીને કેમ ખવાય છે? ડોક્ટરે જણાવ્યું વૈજ્ઞાનિક કારણ 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો