YouTubeથી કમાઈ શકો છો લાખો રૂપિયા, પૂરી કરવી પડશે આ શરત
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકો દર મહિને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. તમે પણ YouTube દ્વારા કમાણી કરી શકો છો.
છેલ્લા કેટલાક દિવસોથી YouTuber રાજેશ રવાણી ચર્ચામાં છે. ચર્ચામાં રહેવાનું કારણ તેમનો ઈન્ટરવ્યું છે, જેમાં તેમણે યુટ્યુબથી તેમની કમાણી વિશે જણાવ્યું છે.
આવા વીડિયો જોયા પછી લોકોને લાગે છે કે શું ખરેખરમાં આવું બની શકે છે. કોઈ યુટ્યુબ વીડિયો બનાવીને આટલી કમાણી કરી શકે છે?
બિલકુલ તમે આવું કરી શકો છો. YouTube લોકોને આવા વીડિયો દ્વારા કમાણી કરવાની તક આપે છે. જોકે, આ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે.
આ માટે તમારે YouTube Channel બનાવવી પડશે. તમે સરળતાથી આવું કરી શકો છો. આ સિવાય તમારે કેટલીક શરતોને પૂરી કરવી પડશે.
ચેનલને મોનેટાઈઝ કરવા માટે તમારી પાસે ઓછામાં ઓછા 500 સબ્સક્રાઈબર્સ હોવા જોઈએ. સાથે જ છેલ્લા 90 દિવસોમાં તમે 3 વીડિયો અપલોડ કરેલા હોવા જોઈએ.
છેલ્લા એક વર્ષમાં તમારી ચેનલ પર 3 હજાર વોચ ઓવર્સ હોવા જોઈએ. પહેલા આ મર્યાદા 4000 કલાકની હતી. પરંતુ હવે કંપનીએ તેને ઘટાડીને 3000 કરી દીધી છે.
જો તમે શોર્ટ વીડિયો બનાવો છો, તો તમારી ચેનલ પર છેલ્લા 90 દિવસોમાં 30 લાખ વ્યૂઝ હોવા જોઈએ. તમારે આ શરત પૂરી કરવી પડશે.
આ બધી શરતો પૂરી કર્યા પછી, તમારી યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ જશે, જેના પર તમને વ્યુઝ પ્રમાણે પેમેન્ટ મળશે.