Whatsapp માં આવ્યું નવું ફીચર, બદલાઈ જશે ચેટિંગ કરવાનો અનુભવ

Meta ના CEO માર્ક ઝકરબર્ગે મોટી જાહેરાત કરી છે. જે બાદ વોટ્સએપ યુઝર્સને એક ખાસ ફીચર મળવા જઈ રહ્યું છે.

વોટ્સએપ માટે Favourite ફીચરની જાહેરાત કરાઈ છે, જે બાદ યુઝર્સને કેટલાક નવા ફિલ્ટર્સ મળશે.

તેની મદદથી યુઝર્સ પોતાના ફેવરિટ ચેટ્સ, ગ્રુપ ચેટ અને કોલ્સમાં ઉપયોગ કરી શકશે. તેનાથી સમય પણ બચશે.

Webetainfo એ પોતાની રિપોર્ટમાં જણાવ્યું કે, વોટ્સએપે ફેવરિટ ચેટ્સ અને ગ્રુપ ફીચર રોલઆઉટ કર્યું છે.

આ ફીચરની મદદથી યુઝર્સ સરળતાથી પોતાની સૌથી ફેવરિટ ચેટ્સ અને ગ્રુપ સુધી ઝડપથી પહોંચી શકે છે.

આ ફીચર પહેલા બીટા વર્ઝનમાં હતુ, હવે તેને રોલઆઉટ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

માર્ક ઝકરબર્ગે તેનો સ્કીનશોટ પણ શેર કર્યો છે, જ્યાં તમે નવા ફિલ્ટર્સ ફીચર્સ સાથે જોઈ શકો છો.