9 July 2024
Vodafone Idea (Vi) એ ભારતમાં RedX 1201 નામનો નવો પ્લાન લૉન્ચ કર્યો છે.
આ પ્લાનમાં યુઝર્સને ઘણા ફાયદા મળશે. આમાં નેટફ્લિક્સ બેઝિક, એમેઝોન પ્રાઇમ વગેરે ફ્રીમાં મળશે.
Vi ના આ પ્લાનમાં તમને અમર્યાદિત કોલિંગ, અમર્યાદિત ડેટા અને હજારો SMSની ઍક્સેસ મળશે. ચાલો તેના વિશે જાણીએ.
આ Vi નો પોસ્ટપેડ પ્લાન છે. તેની કિંમત 1201 રૂપિયા છે. મનોરંજનને ધ્યાનમાં રાખીને તેને ખાસ તૈયાર કરવામાં આવ્યું છે.
Vi ના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને ઘણા OTTની ઍક્સેસ મળશે. આમાં Netflix, Amazon Prime, Disney + Hotstar, Sony Liv અને Sun NXT જેવા નામો સામેલ છે.
Vi ના આ પોસ્ટપેડ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે. જેમાં લોકલ અને એસટીડી કોલનો સમાવેશ થાય છે.
આ પ્લાન સાથે તમને 7 દિવસ માટે ઇન્ટરનેશનલ રોમિંગ ફ્રી પેક મળશે, જેની કિંમત 2999 રૂપિયા છે.
Viના આ પ્લાનમાં યુઝર્સને એરપોર્ટ લાઉન્જમાં ફ્રી એક્સેસ મળશે. તમે વર્ષમાં 4 વખત આ સેવાનો લાભ લઈ શકશો.