આવી રહી છે ALTO ઈલેક્ટ્રિક, 100KG ઘટશે વજન... મળશે જબરજસ્ત રેન્જ!
જાપાની કાર નિર્માતા કંપની સુઝુકી માટે ALTO મોટી બ્રાન્ડ બની ગઈ છે. સુઝુકી ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં આ નાની કારનું વેચાણ કરે છે.
વર્ષ 1979માં શરૂ થયેલી અલ્ટો કારનું 9મા જનરેશનના મોડલનું વેચાણ ચાલું છે, હવે તેના નેક્સ્ટ જનરેશનની તૈયારી છે.
હવે અલ્ટોના દસમા જનરેશનના મોડલમાં ઘણા ફેરફાર કરાશે. સૌથી મોટો ફેરફાર તેના વજન પર જોવા મળશે.
સુઝુકીનો પ્લાન છે કે નેક્સ્ટ જનરેશન અલ્ટોનું વજન 100 KG ઓછું થાય. કારનું પ્રથમ જનરેશનનું વજન 545 કિલો અને 9માં જનરેશનનું વજન 680 કિલો છે.
હાલની અલ્ટો K10 લગભગ 24 કિમી/લિટરની માઈલેજ આપે છે. જ્યારે તેનું CNG વેરિએન્ટ 33.85 કિમી/લિટરની માઈલેજ આપે છે.
માનવામાં આવે છે કે તેનું પેટ્રોલ વેરિએન્ટ લગભગ 30 KM અને CNG વેરિએન્ટ 37-38 KM સુધીની માઈલેજ આપી શકે છે.
આટલું જ નહીં દસમા જનરેશનની અલ્ટોમાં ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ અવતારમાં રજૂ કરવાની યોજના છે. જો આમ થયું તો તે ભારતીય બજારમાં સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર હોઈ શકે છે.
જોકે હજુ Alto Electricના પાવરટ્રેન અને બેટરી વિશે કોઈ જાણકારી નથી, પરંતુ તેને મોટા બેટરી પેક સાથે રજૂ કરી શકાય છે.