s 8

Samsung એ પોતાનો 5G ફોન સસ્તો કરી નાખ્યો, એક ઝાટકે રૂ.10,000નો ઘટાડો

image
s 4

સેમસંગે પોતાના મિડરેન્જ ફ્લેગશિપ ડિવાઈસની કિંમત ઘટાડી દીધી છે. જે બાદ Samsung Galaxy S23 FE આકર્ષક કિંમતે મળી રહ્યો છે.

s 2

કંપનીએ સ્માર્ટફોનને પાછલા વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ કર્યો હતો. હવે આ ફોનની કિંમત કંપનીએ ઘટાડી દીધી છે.

s 1

Samsung Galaxy S23 FE 8GB RAM + 128GB સ્ટોરેજ અને 8GB RAM + 256GB સ્ટોરેજ ઓપ્શનમાં આવે છે.

કંપનીએ 128GB સ્ટોરેજ વેરિએન્ટને 59,999 અને 256GB વેરિએન્ટને 69,999માં લોન્ચ કર્યો હતો. બાદમાં કિંમત રૂ.5000 ઘટાડી હતી.

હવે કંપનીએ ફરી આ ફોનની કિંમત 10,000રૂ. ઘટાડી દીધી છે. હવે 128GB વેરિએન્ટ 49,999 અને 256GB વેરિએન્ટ 54,999માં મળશે.

આ ફોન મિંટ, ગ્રેફાઈડ, પર્પલ, ઈન્ડિગો અને અન્ય કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. ઉપરાંત ફોન પર ઈન્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ પણ મળશે.

જણાવી દઈએ કે Amazon પર હાલ આ ફોન 42,490માં લિસ્ટેડ છે. બેંક ઓફરમાં તેમાં 2500નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

તમામ ઓફર્સ બાદ તમે આ ફોનને લગભગ 40,000રૂ.માં ખરીદી શકશો. જોકે વેરિએન્ટ મુજબ કિંમત અલગ-અલગ હોઈ શકે.