17 July 2024
રોયલ એનફિલ્ડે લાંબી રાહ જોયા બાદ આખરે સત્તાવાર રીતે તેની નવી મોટરસાઇકલ Guerrilla 450 લોન્ચ કરી દીધું છે
કુલ ત્રણ વેરિયન્ટમાં આવતા આ બાઇકને 6 રંગોમાં લોન્ચ કરવામાં આવી છે, જેની શરૂઆતી કિંમત 2.39 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.
ભારતમાં તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે અને 1 ઓગસ્ટથી વેચાણ શરૂ થશે. તો ચાલો 10 પોઈન્ટમાં જાણીએ આ બાઇકની ખાસ વાત
તેનો દેખાવ પરંપરાગત રોડસ્ટર અને સ્ક્રેમ્બલર બાઇકનું મિશ્રણ છે, Himalayan 450 પર આધારિત, આ મૉડલ ADV બાઈકમાંથી લેવામાં આવેલ ટેલ સેક્શન, સેન્ટર પેનલ અને એક્ઝોસ્ટ મફલર મેળવે છે
તેને એનાલોગ, ફ્લેશ અને ડેશ સાથે 3 વેરિએન્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. બેઝ એનાલોગ વેરિઅન્ટની કિંમત 2.39 લાખ રૂપિયા, મિડ ડેશ વેરિઅન્ટની કિંમત 2.49 લાખ રૂપિયા અને ટોપ ફ્લેશ વેરિઅન્ટની કિંમત 2.59 લાખ રૂપિયા છે.
બેઝ વેરિઅન્ટમાં સ્મોક સિલ્વર અને પ્લેયા બ્લેક કલર્સ ઉપલબ્ધ છે. મિડ વેરિઅન્ટમાં પ્લેયા બ્લેક અને ગોલ્ડ ડિપનો વિકલ્પ છે
yyw70PtDcglM2DMC
yyw70PtDcglM2DMC
આ બાઇકમાં કંપનીએ 452 cc ક્ષમતાનું સિંગલ-સિલિન્ડર લિક્વિડ-કૂલ્ડ શેરપા એન્જિન આપ્યું છે, આ એન્જિન 40PSનો પાવર અને 40NMનો ટોર્ક જનરેટ કરે છે
તેની સવારીની સ્થિતિ સ્પોર્ટી છે, તેની સીટની ઊંચાઈ ઘટાડીને 780 મીમી કરવામાં આવી છે. જે નાની ઉંચાઈવાળા લોકો માટે પણ વધુ સારું સાબિત થશે.
તેના બેઝ મૉડલમાં સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે જે ટ્રિપર નેવિગેશન એક્સેસરીઝ સાથે ઉપલબ્ધ છે. ફ્લેશ અને ડેશ વેરિઅન્ટમાં 4-ઇંચ રાઉન્ડ TFT ડિસ્પ્લે આપવામાં આવી છે.
ડેશ અને ફ્લેશ વેરિઅન્ટના TFT ફોન કનેક્ટિવિટીથી સજ્જ છે. જે ગૂગલ મેપ, કોલ, મ્યુઝિક અને બાઇકને લગતી માહિતી આપે છે. તેમાં USB-C પ્રકારનો ચાર્જિંગ પોર્ટ પણ છે.
આ બાઇકમાં આગળના ભાગમાં 43 mm ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં મોનોશોક સસ્પેન્શન છે.
ભારતીય બજારમાં, Royal Enfield Guerrilla 450 મૂળભૂત રીતે Triumph Speed 450 અને Harley-Davidson's X440 જેવા મોડલ સાથે સ્પર્ધા કરે છે.