28 MAY 2024
ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક સ્કૂટરનું બજાર ઝડપથી વધી રહ્યું છે, ICE (પેટ્રોલ) વાહનોને બદલે લોકો ઇલેક્ટ્રિક વાહનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે
એપ્રિલ મહિનામાં દેશમાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સનું જોરદાર વેચાણ થયું હતું. જેમાં એક બ્રાન્ડે લગભગ અડધાથી વધુ માર્કેટ કબજે કર્યું છે
જ્યારે હીરો મોટોકોર્પ જેવી દિગ્ગજ કંપનીઓ ટોપ 5ની યાદીમાંથી બહાર થઈ ગઈ છે
તો ચાલો જોઈએ એપ્રિલમાં વેચાયેલા ટોપ 5 બેસ્ટ સેલિંગ સ્કૂટર્સની યાદી-
ગ્રીવ્સ ઈલેક્ટ્રીકના વેચાણમાં 355% નો વધારો જોવા મળ્યો છે, એપ્રિલમાં કંપનીએ કુલ 2,511 વાહનોનું વેચાણ કર્યું હતું, જે ગયા વર્ષે એપ્રિલમાં માત્ર 551 યુનિટ હતું
એથર એનર્જીએ એપ્રિલ મહિનામાં કુલ 4,062 યુનિટ્સનું વેચાણ કર્યું છે, નવી Ather Rizta લોન્ચ કરવા છતાં કંપનીના વેચાણમાં 47%નો ઘટાડો થયો છે ગયા વર્ષે એપ્રિલમાં એથરે 7,802 યુનિટ્સનું વેચાણ કર્યું હતું
માત્ર ચેતક સાથે બજાજ ઓટો ત્રીજા સ્થાને છે, કંપનીએ એપ્રિલમાં સ્કૂટરના કુલ 7,529 યુનિટ વેચ્યા છે જે ગયા વર્ષના એપ્રિલના 4,093 યુનિટ કરતાં 83% વધુ છે
ઓલાનું વર્ચસ્વ પણ માર્કેટમાં છે અને કંપનીએ અડધાથી વધુ બજાર 52% કબજે કરી લીધું છે
કંપનીએ એપ્રિલમાં સ્કૂટરના કુલ 33,963 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જે ગયા વર્ષના 22,068 યુનિટ્સ કરતાં 53% વધુ છે