230KM ની રેન્જ અને ઓછી કિંમત! આવી રહી છે Marutiની ઈલેક્ટ્રિક કાર 'eWX'
ભારતીય માર્કેટમાં ઈલેક્ટ્રોનિક કારની સંખ્યા ઝડપથી વધી રહી છે. ટાટા ઉપરાંત ઘણી વિદેશી કંપની EV માર્કેટમાં ઉતરી ચૂકી છે.
પરંતુ હવે મારૂતિ સુઝુકીની પેરેન્ટ કંપની સુઝુકીએ ભારતમાં નવી ઈલેક્ટ્રિક કાર 'eWX'ની ડિઝાઈન પેટન્ટ કરાવી છે.
Suzuki eWXની લંબાઈ માત્ર 3.4 મીટર છે. બોક્સી અને ટોલ બોય કારની ડિઝાઈન Wagon Rથી પ્રેરિત છે, પરંતુ સાઈઝમાં તે S-Pressoથી નાની છે.
હાલમાં કંપની તેને કોન્સેપ્ટ કાર બતાવી રહી છે અને તેનું પ્રોડક્શન મોડલ આવવાનું બાકી છે. એવામાં કારમાં ફેરફાર જોવા મળી શકે છે.
પેન્ટન્ટ ડિઝાઈન પર નજર નાખીએ તો તેમાં કર્વ્ડ વિન્ડશીલ્ડ આપી છે, જે A-પિલર થતા રૂફ સુધી જાય છે.
Suzukiએ હજુ સુધી કારના સ્પેસિફિકેશન શેર નથી કર્યા. પરંતુ તેને સિંગલ મોટર સેટઅપ સાથે રજૂ કરી શકાય છે, અને સિંગલ ચાર્જમાં તે 230 કિમીની રેન્જ આપી શકે છે.
ભારતીય માર્કેટમાં કારનો મુકાબલો સીધો Tigor EV સાથે થશે.