મારુતિની આ કાર લોકોએ ખૂબ ખરીદી! પણ કંપનીએ જ ના પાડી, જાણો કેમ?

10 aug 2024

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ તેની સૌથી સસ્તી કાર મારુતિ અલ્ટો K10ને લઈને મોટી જાહેરાત કરી છે.

મારુતિ સુઝુકીની અલ્ટો K10માં કેટલીક ટેકનિકલ ખામીઓ સામે આવી છે. જે બાદ કંપનીએ આ કારના લગભગ 2,555 યુનિટ રિકોલ કર્યા છે.

કંપનીએ Alto K10 Recall અંગે નોટિસ જારી કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રિકોલથી પ્રભાવિત કારના સ્ટીયરિંગ ગિયરબોક્સ એસેમ્બલીમાં કેટલીક ખામી સામે આવી છે.

કંપનીનું કહેવું છે કે આ સમસ્યાને કારણે સ્ટિયરિંગ મિસ થઈ શકે છે અથવા ગિયરબોક્સમાં ખરાબી સાથે સમગ્ર સ્ટિયરિંગ એસેમ્બલી ફેલ થઈ શકે છે.

મારુતિએ અસરગ્રસ્ત કાર માલિકોને જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી તેમની કાર ન ચલાવવાની સલાહ આપી છે. આ સમસ્યાઓ કારના ડ્રાઇવિંગ અને હેન્ડલિંગને અસર કરી શકે છે.

કંપનીનું કહેવું છે કે વાહનોની તપાસ કર્યા બાદ જરૂર પડશે તો તેના પાર્ટસ બદલવામાં આવશે. રિપેરિંગ કે પોર્ટ રિપ્લેસમેન્ટનું આ કામ સંપૂર્ણપણે મફત રહેશે.

આ સિવાય ગ્રાહકો કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર તેમની Alto K10 કારનો ચેસીસ નંબર એન્ટર કરીને ચકાસી શકે છે કે તેમની કાર આ રિકોલનો ભાગ છે કે નહીં.

મારુતિ અલ્ટો K10 દેશની સૌથી સસ્તી કાર છે, તેની શરૂઆતી કિંમત માત્ર 3.99 લાખ રૂપિયા છે.