1 june 2024
મારુતિ સુઝુકી ઈન્ડિયાએ આજે ઓટો ગિયર શિફ્ટ (AGS) લાઇનઅપમાં વિવિધ મોડલ્સની કિંમતોમાં ભારે ઘટાડો કરવાની જાહેરાત કરી છે
કંપનીએ Alto K10, S-Presso, Celerio, Wagon-R, Swift, Dezire, Baleno, FrontX અને Ignis સહિત ઘણા મોડલની કિંમતોમાં ઘટાડો કર્યો છે
આ નવી કિંમતો આજથી એટલે કે 1 જૂન, 2024થી લાગુ થશે, કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ AGS વેરિઅન્ટની કિંમતોમાં 5,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે
ઓટો ગિયર શિફ્ટ એ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો એક પ્રકાર છે, વર્ષ 2014 માં, મારુતિ સુઝુકીએ ભારતીય બજારમાં ઓટો ગિયર શિફ્ટ (AGS) ટ્રાન્સમિશન લોન્ચ કર્યું હતું
આ ટ્રાન્સમિશનમાં મેન્યુઅલ અને ઓટોમેટિક બંને પ્રકારના ફાયદા છે. આ સિસ્ટમમાં ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોનિક કંટ્રોલર યુનિટ દ્વારા સંચાલિત ઇન્ટેલિજન્ટ શિફ્ટ કંટ્રોલ એક્ટ્યુએટર છે
આ સિસ્ટમ ડ્રાઇવરના હસ્તક્ષેપ વિના ગિયર શિફ્ટ અને ક્લચ કંટ્રોલને આપમેળે ઓપરેટ કરે છે, પરિણામે ક્લચનું સિંક્રનાઇઝ્ડ કન્ટ્રોલ અને સ્મૂથ ગિયર શિફ્ટિંગ થાય છે
આ કિંમતમાં ઘટાડો ફક્ત AGS વેરિઅન્ટ મોડલ પર જ લાગુ થશે, આમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન વેરિઅન્ટનો સમાવેશ થતો નથી
મારુતિ સુઝુકીએ હાલમાં જ SWIFT ચોથી પેઢીનું મોડલ લોન્ચ કર્યું છે, જેની પ્રારંભિક કિંમત 6.49 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે