આવી રહ્યું છે MARUTI નું EV સેગમેન્ટ, કોમ્પેક્ટ SUV જેવો લૂક!

5 august 2024

દેશનું ઓટો સેક્ટર ઝડપથી ઇલેક્ટ્રિફાઇડ બની રહ્યું છે. ટાટા મોટર્સ સૌથી મોટા પોર્ટફોલિયો સાથે EV સેગમેન્ટમાં અગ્રેસર છે. પરંતુ અત્યારે લોકો મારુતિની ઇલેક્ટ્રિક કારની રાહ જોઈ રહ્યા છે.

આશા છે કે લોકોની આ રાહ ટૂંક સમયમાં પૂરી થશે. મારુતિ સુઝુકી પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ કહ્યું કે,તે ચાલુ નાણાકીય વર્ષમાં તેનું પ્રથમ ઇલેક્ટ્રિક વાહન સ્થાનિક બજારમાં લોન્ચ કરશે.

ઉપરાંત, ગ્રાહકોને મજબૂત હાઇબ્રિડ, બાયોગેસ, ફ્લેક્સ ફ્યુઅલ અને CNG જેવી ઇકો-ફ્રેન્ડલી ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

કંપનીના ચેરમેન આર. સી. ભાર્ગવે વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે,આ વૈકલ્પિક તકનીકો પેટ્રોલ અને ડીઝલ વાહનોના વેચાણને ઘટાડવામાં મદદ કરશે અને ઉત્સર્જન અને બળતણના વપરાશને કાબૂમાં રાખશે.

તેમણે કહ્યું કે, "મે આગામી કેટલાક મહિનામાં ઇલેક્ટ્રિક કાર રજૂ કરીશું. પેટ્રોલ અને ડીઝલ કારનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.

હાઇબ્રિડ કાર ઇંધણ કાર્યક્ષમતામાં લગભગ 35% થી 45% સુધી સુધારો કરે છે અને કાર્બન અને ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને 25% થી 35% સુધી ઘટાડવામાં મદદ કરે છે.

મારુતિએ બાયોગેસના ઉત્પાદન માટે ટ્રાયલ ધોરણે કામ શરૂ કર્યું છે, હાલમાં કંપની સરકારની નીતિઓની રાહ જોઈ રહી છે, જેના પરિણામે આ ઈંધણનો ઉપયોગ ઝડપથી વધશે.

તમને જણાવી દઈએ કે મારુતિ eVX કંપનીની પહેલી ઇલેક્ટ્રિક કાર હશે. તે તાજેતરમાં લગભગ ઉત્પાદન તૈયાર સ્વરૂપમાં પરીક્ષણ દરમિયાન જોવામાં આવ્યું છે.