14 AUG 2024
આવતીકાલે એટલે કે 15મી ઓગસ્ટે ભારત તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવશે, દેશનું ઓટો સેક્ટર પણ આ રાષ્ટ્રીય તહેવારને ખાસ બનાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
આ વખતે સ્વતંત્રતા દિવસના અવસર પર ભારતીય બજારમાં એક જ દિવસમાં 3 વાહનો લૉન્ચ કરવામાં આવશે. જેમાં એક SUV અને બે મોટરસાઇકલનો સમાવેશ થાય છે.
ખાસ વાત એ છે કે આ બાઈકમાં ઇલેક્ટ્રિક મોડલ પણ છે. તે જ સમયે, બ્રિટિશ બ્રાન્ડ બર્મિંગહામ સ્મોલ આર્મ્સ કંપની લિમિટેડ (BSA) પણ ભારતમાં પ્રવેશવા માટે તૈયાર છે.
મહિન્દ્રા તેની નવી થાર રોકક્સ એટલે કે પાંચ દરવાજાવાળા થાર લોન્ચ કરશે. આ SUVમાં અનેક એડવાન્સ ફીચર્સ સામેલ કરવામાં આવશે. તેને 14 લાખ રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કરી શકે છે.
નવી થાર રોક્સ હાલના મોડલ કરતા કદમાં મોટી છે. ADAS, પેનોરેમિક સનરૂફ, 360-ડિગ્રી કેમેરા સહિતની ઘણી અત્યાધુનિક સુવિધાઓ તેમાં સામેલ કરવામાં આવશે.
બ્રિટિશ બ્રાન્ડ BSA આવતીકાલે ભારતમાં તેના પ્રથમ મોડલ તરીકે Goldstar 650 લોન્ચ કરશે. તેની સીધી સ્પર્ધા બજારમાં રોયલ એનફિલ્ડ સાથે છે.
213 કિગ્રા વજનવાળા ગોલ્ડસ્ટારમાં, કંપની 650 સીસી ક્ષમતાનું સિંગલ સિલિન્ડર લિક્વિડ કૂલ્ડ એન્જિન ઓફર કરી રહી છે. જે 45Hpનો પાવર જનરેટ કરે છે.
સ્કૂટરની લાંબી રેન્જ બાદ ઓલા ઈલેક્ટ્રીક આવતીકાલે તેની પ્રથમ મોટરસાઈકલ લોન્ચ કરશે. આ પહેલા કંપનીએ કન્સેપ્ટ સ્વરૂપમાં 4 મોડલ બતાવ્યા છે.