24 July 2024
જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ થોડો દિવસ રાહ જોઈ જજો
કારણ કે આગામી મહિનામાં તમને ઘણા બધા અલગ-અલગ વિકલ્પો મળી શકશે, ઓગસ્ટમાં ભારતીય બજારમાં ઘણી શાનદાર કાર લોન્ચ થવા જઈ રહી છે.
આ આવનારી કારો પણ કેટલાક મોડલ છે જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. તો ચાલો જોઈએ આવનારી કારોની યાદી-
નિસાન તેની નવી ફુલ સાઇઝ SUV X-Trail રજૂ કરશે, તેમાં 1.5 લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવી રહ્યું છે. માર્કેટમાં તે ટોયોટા ફોર્ચ્યુનર જેવા મોડલને ટક્કર આપશે.
Tata Motors 7 ઓગસ્ટના રોજ તેની કૂપ-સ્ટાઈલ SUV કર્વ લોન્ચ કરશે. પહેલા તેનું ઇલેક્ટ્રિક વર્ઝન રજૂ કરવામાં આવશે અને બાદમાં કંપની તેનું પેટ્રોલ-ડીઝલ (ICE) વર્ઝન લોન્ચ કરશે.
ફ્રેન્ચ કાર કંપની સિટ્રોએન તેની નવી કૂપ-સ્ટાઈલ એસયુવી બેસાલ્ટ લોન્ચ કરશે. તેમાં 1.2 લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન મળશે. તેની સીધી સ્પર્ધા ટાટા કર્વ સાથે થશે.
મહિન્દ્રા થાર 5 ની રાહનો હવે અંત આવ્યો છે. 15 ઓગસ્ટે કંપની તેને Thar ROXX નામથી લોન્ચ કરશે, આ SUV હાલના થ્રી-ડોર કરતા કદમાં મોટી હશે.
ચીનની કાર કંપની બિલ્ડ યોર ડ્રીમ (BYD) તેની સસ્તી ઇલેક્ટ્રિક કાર સીગલ લોન્ચ કરી શકે છે, આ એક ઇલેક્ટ્રિક હેચબેક કાર છે જે 405 કિમી સુધીની રેન્જ આપે છે.