તમારા ફોનમાં પણ મળી રહ્યા છે આ સંકેતો, તો તમારી જાસૂસી થઈ રહી છે
શું તમારા ફોનમાં કોઈ સ્પાયવેર છે? ઓનલાઈન થઈ ગયેલી આ દુનિયામાં કોઈના પણ ફોનમાં મેલવેર સરળતાથી આવી શકે છે.
હૈકર્સ સરળતાથી લોકોને પોતાના જાળમાં ફસાવી લે છે. એવામાં હૈકર્સ ફોનમાં સ્પાયવેર સરળતાથી નાખી શકે છે.
શું તમારા ફોનમાં એવો કોઈ મેલવેર છે કે નહીં? તેની તમે સરળતાથી તપાસ કરી શકો છો. આ માટે તમારે કેટલુંક ધ્યાન રાખવું પડશે.
હકીકતમાં તમારા ફોનમાં કોઈ સ્પાયવેર આવે, તો ફોનનો ઉપયોગ કરવા પર બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે.
બેટરીની સાથે ફોનનો ડેટા પણ આશ્ચર્યજનક રીતે ખતમ થાય છે. તમને અચાનક આવી સમસ્યા આવે તો ફોનમાં સ્પાયવેર હોવાનો સંકેત છે.
જોકે ઘણીવાર નવું સોફ્ટવેર અપડેટ ડાઉનલોડ કરવાના કારણે પણ આવું થઈ શકે. જેને કંપનીઓ થોડા દિવસમાં બીજા અપડેટથી ઠીક કરી દે છે.
આ ઉપરાંત તમારા ફોનમાં માઈક, કેમેરા અને સ્ક્રીન રેકોર્ડિંગના સાઈન કોઈપણ ઉપયોગ વિના દેખાય તો આ શંકાસ્પદ છે.
આનું કારણ સ્પાયવેર હોઈ શકે છે, જે તમારા ફોનનો કેમેરા, માઈક અને સ્ક્રીન રેકોર્ડિંગ જેવા ફીચર્સનો ઉપયોગ કરી રહ્યું છે.
તેનાથી બચવા માટે ફોનને રિસ્ટોર કરવો જોઈએ. તેનાથી ફોનમાં રહેલી તમામ એપ્સ ડિલીટ થઈ જાય છે.
જો આ બાદ પણ ફોન ઠીક ન થાય તો તમારે સર્વિસ સેન્ટર પર બતાવવો જોઈએ. આ પછી જ ફોનને ઉપયોગ કરવો જોઈએ.
મારુતિની આ કાર લોકોએ ખૂબ ખરીદી! પણ કંપનીએ જ ના પાડી, જાણો કેમ?
Related Stories
100Km રેન્જ... ઝડપી ચાર્જિંગ! સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર થયું લોન્ચ
Tata લાવી રહી છે SUV નું CNG વેરિઅન્ટ, કિંમત પણ સસ્તી!
YouTubeથી કમાઈ શકો છો લાખો રૂપિયા, પૂરી કરવી પડશે આ શરત
સૌથી સસ્તી ફેમિલી CNG સેડાન કાર, માઇલેજ અને કિંમતમાં પણ બેસ્ટ